રાજકોટ
News of Wednesday, 20th November 2019

ર૧ કુમારીકાઓ દ્વારા ગ્રંથ પૂજન : ગ્રંથ યાત્રા

રાજકોટ :  દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ, ઢોલરા પ્રેરિત સાહિત્ય સેતુ દ્વારા ગ્રંથાલય સપ્તાહ નિમિત્તે અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલમાં વાંચન પ્રવૃત્તિને વેગ મળ્યો સૌ કોઇ વાંચતા થાય તેવા શુભ આશયથી ગ્રંથ મુજબ અને ગ્રંથયાત્રાનું નવતર આયોજન કરવામાં આવેલ. આ સાહિત્યક કાર્યક્રમમાં ડો. મેયર અશ્વીનભાઇ મોલીયા, લેખક કવિ નટવર આહ્મપરા, શહેર ભાજપના મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, ઉદ્યોગપતિ પ્રતાપભાઇ પટેલ, પંચશીલ સૂચના સ્કુલના સંચાલક ડી. કે. વાડોદરીયા, શિક્ષણ સમિતિના સદસ્ય, મુકેશભાઇ મહેતા, ગીરીરાજ હોસ્પિટલના સંચાલક રમેશભાઇ ઠક્કર, હરીશભાઇ હરીયાણી, સત્યાર્થ પ્રકાશ, પ્રવિણ સાગરે ગ્રંથોનું પુજન કરેલ. ર૧ કુમારીકાઓ પોતાના માથે ગ્રંથ લઇને શણગારેલ વાહનોમાં રાખવામાં આવેલ ગ્રંથો, ગ્રંથયાત્રામાં ૩પ૦ થી વધુ વિદ્યાર્થીની બહેનો અને સાહિત્યપ્રેમીઓ જોડાયા હતા. આયોજનનની સફળતા માટે સાહિત્ય સેતુના સંયોજક મુકેશભાઇ દોષી, અનુપમ દોશી, ડો. સોનમબેન ફળદુ, દિનેશભાઇ ગોવાણી, હસમુભાઇ શાહ, પરિમલભાઇ જોષી, નૈષધભાઇ વોરા, મહેશભાઇ જીવરાજાની, જયેન્દ્રભાઇ મહેતા તેમજ શાળા પરિવાર કાર્યરત રહેલ.

(3:43 pm IST)