રાજકોટ
News of Wednesday, 20th November 2019

વોર્ડ નં.૦૫મા ડામર કામનો પ્રારંભ : ખાતમુહૂર્ત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિકાસના કામો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૫મા પ્રજાપતિનગર, સીતારામ સોસાયટી, રદ્યુવીર સોસાયટીમાં ડામર કામનું ખાતમુહૂર્ત કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા તથા ધારાસભ્ય  અરવિંદભાઈ રૈયાણીના વરદ હસ્તે કરાયું. વિસ્તારવાસીઓને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે.  આ પ્રસંગે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર પ્રીતિબેન પનારા, દક્ષાબેન ભેસાણીયા, વોર્ડ પ્રમુખ દિલીપભાઈ લુણાગરીયા, મહામંત્રી દિનેશભાઈ ડાંગર, પ્રભારી રમેશભાઈ અકબરી, પ્રભાતભાઈ કુંગસીયા, વોર્ડ અગ્રણીશ્રીઓ જે.ડી. ભાખર સાહેબ, દીપકભાઈ પનારા, દિનેશભાઈ ધીયાળ, સંજયભાઈ ચાવડા, નીલેશભાઈ ખુંટ, અરવિંદભાઈ ભેસાણીયા, યુવા પમુખ હેમાંગભાઈ પીપળીયા, રાજુભાઈ મેવાળા, ભગવાનજીભાઈ પીપળીયા, મનુબેન ડાંગર, રસિલાબેન સાકરીયા, કલ્પનાબેન કિયાડા, શોભનાબેન પરસાણા, વિસ્તારના આગેવાનશ્રીઓ, કનુભાઈ ડોબરિયા, શંભુભાઈ તાલપરા, અશોકભાઈ વસોયા, જેન્તીભાઈ કાકડિયા, કનુભાઈ સુદાણી, નાથાભાઈ પરમાર, પરસોતમભાઈ ચાંગાણી, અમુભાઈ મોલીયા, પ્રકાશભાઈ મુંગરા, કાનાભગત લુણાગરીયા તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.

(3:43 pm IST)