રાજકોટ
News of Wednesday, 20th November 2019

હવે 'ચલ યાર ધક્કા માર'ના દ્રશ્યો નહિ સર્જાય, સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર સાથેની બેટરીવાળી રિક્ષાની સુવિધા

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી માટે તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા સતત સક્રિય રહે છે. જો કે આમ છતાં કેટલાક વિભાગોમાં અમુક કર્મચારીઓને કારણે દર્દીઓને હેરાનગતિ સહન કરવી પડતી હોય છે, આ કારણે ફરિયાદો ઉઠતી રહે છે. સિવિલ હોસ્પિટલના દર્દીઓની સુખાકારી માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. થોડા દિવસો પહેલા દર્દીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે બેટરીવાળી રિક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યા બાદ હવે બેટરીવાળી  સ્ટ્રેચરવાળી રિક્ષાની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કારણે હવે દર્દીઓને તેના સગાઓએ સ્ટ્રેચરમાં ધક્કા મારીને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવા પડશે નહિ. પ્રથમ તસ્વીરમાં સ્ટ્રેચરમાં દર્દીને લઇ જવાતા દેખાય છે, આવા દ્રશ્યો હવે જોવા નહિ મળે. હવે બીજી તસ્વીરમાં દેખાય છે તેવી સ્ટ્રેચર સાથેની બેટરીવાળી રિક્ષાનો ઉપયોગ થશે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:40 pm IST)