રાજકોટ
News of Wednesday, 20th November 2019

બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં સુરેન્દ્રનગર અને અન્ય સ્થળોની ઘટના અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવોઃ કલેકટરને આવેદન

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની

રાજકોટ તા. ર૦: હિન્દુસ્તાન સોશ્યાલીસ્ટ રીપબ્લીકન એસો.ના રાજકોટ એકમે કલેકટરને આવેદન પાઠવી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા દ્વારા બિન સચિવાલય કલાર્કની પરીક્ષા લેવાઇ હતી. જેમાં સુરેન્દ્રનગરની એમ. પી. શાહ કોલેજમાં તેમજ અન્ય જગ્યાઓએ પ્રશ્ન પેપરના સીલ તૂટેલા હતા નો ઉમેદવારોએ આક્ષેપ કર્યો માટે આવી ગંભીર બાબતને ધ્યાને લેવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, ગત તારીખ ૧૭/૧૧/ર૦૧૯ના રોજ લેવામાં આવેલ બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ઉમેદવારો દ્વારા પરિક્ષામાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવેલ હોય અને આ પરિક્ષા લાખો વિદ્યાર્થીઓએ આપેલ હોય માટે તેમના ભવિષ્યનો પ્રશ્ન રહેલ હોય, અને આ પરિક્ષાને લક્ષમાં રાખી લાંબા સમયથી વિદ્યાર્થીઓ પરિક્ષાની તૈયારીઓ પણ કરી રહ્યા હતા. પણ વોટ્સઅપમાં પ્રશ્ન પેપરના જવાબો ૧રઃ૧૭ ના સમયે ફરતા થઇ ગયેલા હતા. તેમજ વિડીઓ ફૂટેજોમાં પેપર લખવાનો સમય ગાળો પૂર્ણ થઇ ગયેલો હોય છતાં સ્કૂલોમાં પરિક્ષાર્થીઓ પેપર લખતા હતા. જેવી ગંભીર બાબતો બનેલી હોય જેમાં તંત્ર પોતાની જવાબદારીમાં કયાંક નબળું પડેમલ હોય તેવું જણાય છે. અને આવા બનાવો જોતા હોશિયાર વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થતા હોય તેવું લાગે છે. અને આવા બેદરકારીના બનાવો ઘણી જગ્યાઓએ બનેલ હોય તેવો ઉમેદવારોનો પણ આક્ષેપ છે.

સોસિયલ મીડિયામાં આન્સર કીના મેસેજો પણ જોવા મળે છે. માટે આપશ્રીને ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવવી જોઇએ અને આમાં લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. માટે આપ આ પરિક્ષાના પરિણામને તપાસ પૂર્ણ ના થાઇ ત્યાં સુધી જાહેર ના કરો અથવા તો પરિક્ષા રદ કરી ફરીવાર પરીક્ષાનું આયોજન કરો. સાથે આવા લેભાગુ તવો સાથે કાયદેસરની કાર્યવાહી કરશો, જેથી આવનાર સમયમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય ના બગડે આવેદન દેવામાં, પ્રદેશ પ્રમુખશ્રી સંજય કુંભરવાડિયા, કેયુર દેસાઇ, પ્રમુખ (રાજકોટ શહેર), સાથોે દિવ્યરાજ બસિયા, સાગર પટેલ, ધવલ લીંબડ, જયેશ દવે, ઉદય લામ્બરીયા, પ્રતિક માવાણી વગેરે જોડાયા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:39 pm IST)