રાજકોટ
News of Wednesday, 20th November 2019

નગાડા સોંગ વન્સમોર...જાવેદે જમાવટ કરીઃ રાજકોટે માણ્યો સંગીતનો જલ્સો

રાજકોટઃમહાનગરપાલિકાના ૪૭મા સ્થાપના દિન અંતર્ગત બોલીવૂડના વિખ્યાત પ્લેબેક સિંગર જાવેદ અલી પ્રસ્તુત મ્યુઝિકલ નાઈટ સૂર તરંગનું રંગીલું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમનું દીપ પ્રાગટય ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના  હસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે રાજકોટના ગુજરાત રાજયના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગૌસ્વામી,  સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, ભા.જ.પા. રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, મહામંત્રી જીતુભાઈ કોઠારી, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટરો, ભાજપના અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ, તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેલ.સુવિખ્યાત ગાયક કલાકાર જાવેદ અલીનું સ્વાગત કાર્યકારી મેયર અશ્વિનભાઈ મોલીયા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામા આવેલ તેમજ આભાર વિધિ શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી દ્વારા કરવામાં આવેલ. સમાજ કલ્યાણના સદસ્ય હીરલબેન મહેતા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક વડે સ્વાગત કરવામાં આવેલ.પ્લેબેક સિંગર જાવેદ અલી દ્વારા મ્યુઝિકલ નાઈટ સૂર તરંગમાં જાવેદ અલીએ  તુ...જો મીલા, કુમ કાયા કુમ..., કજરારે..., નૈના લડે કે ના લડે (દબંગ-૩), મહમદ રફી મેલડી યે ચાંદ સા રોશન...,  નગાડા...નગાડા..., ગુજરાતી ગરબો  કુમ કુમના પગલા પાડયા... સહીત અનેક લોકપ્રિય ફિલ્મી જુના તથા નવા/સુફી ગીતો રજુ કરેલ શહેરીજનોએ મોડી રાત સુધી ગીત સંગીતનો આનંદ માણેલ.

(3:37 pm IST)