આંતરરાષ્ટ્રીય બાળદિન નિમિતે વિશાળ બાળ રેલીનું આયોજન
રાજકોટઃ આંતરરાષ્ટ્રીય બાળદિન નિમિતે આજરોજ રાજકોટ ખાતે ગુજરાત રાજય બાળ સંરક્ષણ આયોગ અને ચાઈલ્ડ પ્રોટેકશન સોસાયટીના સયુંકત ઉપક્રમે વિશાળ બાળ રેલીનું આયોજન કરવામાં આવેલ. બાળકોને તેના અધિકાર અને સંરક્ષણના કાયદાની જાણકારી મળે તે હેતુથી આ બાળ રેલીનું આયોજન કરવામાં આવેલ. જેમાં કાર્યકારી મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ, બાળ આયોગ ડિરેકટર મયુર શાહ, સ્કુલ બોર્ડ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી અને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ, શિક્ષકો અને શહેરની જુદી જુદી શાળાઓના વિશાળ સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહેલ. રેલીના સમાપન બાદ સંબંધિત સંસ્થા તરફથી બાળકોને અમુલ દૂધ અને સેન્ડવીચ આપવામાં આવેલ.