રાજકોટ
News of Wednesday, 20th November 2019

મનહર પ્લોટ સંઘમાં પૂ.સુશાંતમુનિ મ.સા.ના ચાતુર્માસની સ્મૃતિ અવસરે મહામાંગલિક કેલેન્ડરનું વિમોચન

ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ.અને ક્રાંતિકારી સંત પૂ.પારસમુનિ મ.સા.ના સાંનિધ્યમાં

રાજકોટ,તા.૨૦: ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ.ગિરીશમુનિ મ.સા.ના પ્રિય શિષ્ય ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ.સા.ના શ્રી મનાહર પ્લોટ સ્થા.જૈન સંઘ સ્વ.સરયુબેન ચંદ્રકાંત શેઠ શેઠ પૌષધશાળામાં વર્ષ ૨૦૧૯ના સફળ ચાતુર્માસના ઐતિહાસીક અવસરની ખુશાલીર્થે મહાપ્રભાવક મહામાંગલિક કેલેન્ડરનું વિમોચન ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ.સા. ક્રાંતિકારી યુવાસંત પૂ.પારસમુનિ મ.સા.ના સાંનિધ્યમાં એવમ્ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પૂ.મહાસતીજી વૃંદની પ્રેરક ઉપસ્થિતીમાં શ્રી રોયલ પાર્ક સ્થા.જૈન સંઘ સી.એમ. પૌષધશાળામાં યુવાસંત પૂ.પારસમુનિ મ.સા. આયોજિત ગોમતીચક્ર પૂજનના દિવ્ય અવસરે કરવામાં આવેલ હતું.

શ્રી મનહર પ્લોટ સ્થા.જૈન સંઘના સંઘપ્રમુખ ડોલરભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રવિણભાઈ કોઠારી, વી.ટી.તુરખીયા, હેમલભાઈ મહેતા, નલીનભાઈ ઝવેરી, ગિરીશભાઈ ખારા, જીતુભાઈ બેનાણી, અલ્પેશભાઈ મોદીના વરદ હસ્તે વિમોચન કરાયેલું હતું. આ કેલેન્ડર માટે ધોરાજીના વતની હાલ પુના સ્થિત સુશ્રાવક હરીશભાઈ નાથાભાઈ બાટવીયાનો સહયોગ મળેલ છે. કેલેન્ડર વહેલા તે પહેલાના ધોરણે નિયત રકમ લઈને જૈન જૈનેતરને શ્રી મનહર પ્લોટ સ્થા.જૈન સંઘથી મળશે.

સમારોહ મધ્યે પૂ.જય માણેક પ્રાણ રતિ ગુરૂવર્યોના એવમ અપૂર્વશ્રુત આરાધિકા પૂ.લીલમબાઈ મ.ના લઘુભગિની સુશિષ્યા આદર્શ યોગિની પૂ.પ્રભાબાઈ મ.આદી ઠાણાનું આગામી ચૈત્ર માસની આયંબિલ ઓળી શ્રી મનહર પ્લોટ સ્થા.જૈન સંઘમાં નકકી થતાં ચતુર્વિધ સંઘની અનુપમ હાજરીમાં જય બોલાવવામાં આવેલ હતી.

પૂ.જશ ઝવેર પરિવારના શાસનચંદ્રિકા પૂ.હીરાબાઈ મ.ના અંતેવાસી શિષ્યા સંયમપ્રજ્ઞા સ્વ.પૂ.હંસાબાઈ મ.ના સુશિષ્યા સાધ્વીરત્ના પૂ.પલ્લવીબાઈ મ. અને પૂ.પ્રસન્નતાબાઈ મ. શેષકાળમાં શ્રી મનહર પ્લોટ શેઠ પૌષધશાળામાં બિરાજમાન છે તેમ સંઘ પ્રમુખ ડોલરભાઈ કોઠારીની યાદી જણાવે છે.

(3:32 pm IST)