રાજકોટ
News of Wednesday, 20th November 2019

ફેબ્રુઆરીમાં દેશળભગત એજ્યુ.એન્ડ ખવાસ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા ફેબ્રુઆરીમાં સમૂહલગ્ન

૩૦ થી વધુ દીકરીઓ લગ્નગ્રંથીથી જોડાશે : ફોર્મ વિતરણની કામગીરી શરૂ

રાજકોટ, તા. ૨૦ : શ્રી દેશળ ભગત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, મવડી પ્લોટ ખાતે તા.૧ ફેબ્રુઆરીના સમૂહલગ્નનું આયોજન શ્રી ભલાભાઈ બી. ચૌહાણની આગેવાની હેઠળ કરેલ છે. સમૂહલગ્નની સાથોસાથ મોટી સંખ્યામાં ભાઈ - બહેનો ભોજન પ્રસાદનો લાભ લેશે. સમૂહલગ્ન માટે ફી રૂ.૫,૧૦૦ રાખેલ છે.

આયોજનને સફળ બનાવવા કાર્યકરો ભલાભાઈ બી. ચૌહાણ, પ્રવિણભાઈ રાઠોડ, વજુભાઈ ચૌહાણ, રમેશભાઈ ચૌહાણ, નટુભાઈ મારૂ, અતુલભાઈ સોલંકી, રતિભાઈ જાદવ, પ્રતાપભાઈ ડોડીયા, જેન્તીભાઈ પરમાર, ભીખુભાઈ રાઠોડ, હિતેશભાઈ પરમાર, જેન્તીભાઇ ડાભી, નીતિનભાઈ કબર, દિનેશભાઈ ચૌહાણ, રણજીતભાઈ ડાભી, સંજયભાઈ ચૌહાણ, જેન્તીભાઈ રાઠોડ, ભવાનભાઈ ચૌહાણ, ધર્મેશભાઈ ચૌહાણ, જગદીશભાઈ પાંડવ, હિરેનભાઈ રાઠોડ, જયેશભાઈ જાદવ, બીપીનભાઈ મકવાણા, મુકેશભાઈ વાઘેલા, કૌશિકભાઈ વાઘેલા, સતીષભાઈ પઢીયાર, ભરતભાઈ રાઠોડ, ભુપતભાઈ પરમાર અને દિપકભાઈ મારૂ જહેમત ઉઠાવી રહ્યા છે.

ફોર્મ મેળવવા તેમજ વધુ માહિતી માટે ચિરાગ જી. વાઘેલા શિવાની બેટરી, રામાપીરની ચોકડી પાસે, ગાંધીગ્રામ, રાજકોટ મો.૯૭૨૩૯ ૭૯૭૧૦. નટુભાઈ આર. મારૂ - દેશળદેવ વાડી ૧/૩, શ્યામનગર, નાના મવા રોડ, રાજકોટ - મો.૯૬૩૮૦ ૨૭૪૫૭, ધર્મેશભાઈ બી. ચૌહાણ રાજમોતી ઓઈલ મીલવાડી શેરી, પુજીત રૂપાણી ટ્રસ્ટની બાજુમાં રાજકોટ - મો.૯૯૨૫૧ ૨૭૯૮૮, શિવાની બેટરી મવડી પ્લોટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ - ફોન-૦૨૮૧ ૨૩૩૧૫૧૫. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:31 pm IST)