રાજકોટ
News of Sunday, 20th October 2019

દારૂ પી કાર હંકારતો કાનજી કુંભાર રૈચા ચોકડીએ પકડાયો

રાજકોટઃ ભગવતીપરા-૩માં રહેણાંક ધરાવતો અને હાલ ૧૫૦ રીંગ રોડ મવડી સર્કલ પાસે રંગોલી બંગલોઝમાં રહેતો કાનજી નરસીભાઇ મકવાણા (કુંભાર) (ઉ.૪૮) દારૂ પી મિત્સુબીસી કંપનીની કાર જીજે૦૩બીએ-૮૩૫૮ હંકારીને રૈયા ચોકડીએથી નીકળતાં ગાંધીગ્રામના હેડકોન્સ. સંતોષભાઇ મોરી, હાર્દિકસિંહ પરમાર સહિતે પકડી લીધો હતો.

(11:44 am IST)