રાજકોટ
News of Saturday, 20th October 2018

સણોસરા ખાતેથી રાજકોટ જીલ્લાની એકતા રથયાત્રાનો પ્રારંભ

રાજકોટઃ. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની બની રહેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી સંદર્ભે સમગ્ર ગુજરાતમાં એકતા રથયાત્રા શરૂ થઈ છે. રાજકોટ જીલ્લામાં સણોસરાથી આજે સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયાએ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કલેકટરશ્રી રાહુલ ગુપ્તા, ડીએસપી શ્રી બલરામ મીણા, ડી.કે. સખીયા, ઘોઘુભા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીરમાં મંચ ઉપર આગેવાનો અને નીચેની તસ્વીરમાં ઉમટી પડેલા લોકો નજરે પડે છે. આ એકતા યાત્રા રાજકોટ જીલ્લાના ૧૯૦ ગામોમાં ફરશે. સરદાર પટેલ ઉપર દસ્તાવેજી ફિલ્મ દર્શાવાશે. આ પ્રથમ તબક્કો છે. બીજો તબક્કો પણ નવેમ્બરમાં શરૂ થશે.(૨-૧૮)

(4:22 pm IST)