રાજકોટ
News of Saturday, 20th October 2018

વૈશાલીનગરમાં માં ચામુંડા ગરબી મંડળની બાળાઓ દ્વારા રાસની રમઝટ : લ્હાણી વિતરણ

મહિલાઓ દ્વારા જ સંચાલન : ફંડફાળો લેવાતો નથી

રાજકોટ : અહિંના રૈયા રોડ ઉપર વૈશાલીનગર ૭/૮ના ચોકમાં માં ચામુંડા ગરબી મંડળ દ્વારા સૌપ્રથમ વખત ગરબીનંુ આયોજન કરવામાં આવ્યુ હતું. માત્ર બહેનો દ્વારા જ સંચાલિત આ ગરબીમાં નાની બાળાઓએ અવનવા પ્રાચીન રાસની રમઝટ બોલાવી હતી. બાળાઓને દરરોજ લ્હાણી વિતરણ કરવામાં આવી હતી. કોઈપણ જાતનો ફંડફાળો લેવામાં આવ્યો ન હતો. આયોજનમાં માં ચામુંડા ગરબી મંડળના સંચાલકો સર્વેશ્રી શ્રીમતી પન્નાબેન નિલેશભાઈ જોષી (મો.૯૮૨૫૨ ૧૩૪૯૮), ચાંદનીબેન સોલંકી અને ધર્મિષ્ઠાબેન પરમારે જહેમત ઉઠાવી હતી. તસ્વીરમાં રાસે રમતી બાળાઓ અને આયોજકો નજરે પડે છે.(૩૭.૧૨)

(4:17 pm IST)