રાજકોટ
News of Saturday, 20th October 2018

કલેકટર કચેરીની દિવાલ ઉપર ૩ થી ૪ હજાર ચોરસ ફુટના વર્ટીકલ મુકાયાઃ સ્વાઇન ફલુ સામે ખાસ ઓૈષધીય છોડનું રોપણ કરાયું

રાજકોટ : રાજકોટ જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાની સુચના બાદ શહેરની એક માત્ર કંપનીને કલેકટર કચેરીની દિવાલો ઉપર વર્ટીકલ મુકવાનું ટેન્ડર પાસ કરી કોન્ટ્રાકટ અપાતા ૪ વર્ટીકલ મુકવાની કામગીરી શરૂ કરાઇ છે. કલેકટર કચેરીના અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે સ્વાઇન ફલુ સામે રક્ષણ મળે તથા વાતાવરણમાં પ્રદુષણ ન રહે તને માટે ૩ થી૪ હજાર ચોરસ ફુટના વર્ટીકલ મુકયા છે, જેમા જુદા જુદા ઓષધીય છોડનું રોપણ કરાયુ છે. આ વર્ટીકલ મુકવાથી કલેકટર કચેરીની શોભામાં વધારો થયો છે. ઉપરાંત ૪૦૦ થી ૫૦૦ જેટલા કુંડાનું રોપણ કરાયું છે. આનાથી ૧।। થી ર ડિગ્રી ગરમીમાં ઘટાડો પણ નોંધાયો છે (૩.૧૧)

(4:12 pm IST)