રાજકોટ
News of Saturday, 20th October 2018

ફોટો સેશનમાં કોણ માહિર છે તે રાજકોટ નહિ સમગ્ર ગુજરાત જાણે છેઃ ગાયત્રીબાનો ભાજપને કટાક્ષ

રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશનનાં આજે મળેલ જનરલ બોર્ડમાં ભાજપનાં કોર્પોરેટર બાબુભાઇનાં ગાર્ડનને લગતા પ્રશ્નની ચર્ચામાં વોર્ડ નં.૧૩નાં કોંગી કોર્પોરેટરએ પ્લાસ્ટીકનાં ફુલ બતાવી વિરોધ કર્યો હતો તે વખતે મેયર બિનાબેનએ જણાવ્યુ હતુ કે, હવે ફોટા પડી ગયા છે જાગૃતિબેનને બેસી જવા કહ્યુ હતુ. ત્યારે પુર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નં.૩નાં કોંગી કોર્પોરેટર ગાયત્રીબાએ સામાન્ય સભામાં જણાવ્યુ હતુ કે, ફોટો સેશનમાં કોણ માહિર છે તે રાજકોટ નહિ સમગ્ર ગુજરાતની પ્રજા જાણે છે તેમ ભાજપને કટાક્ષ કર્યો હતો.

(4:05 pm IST)