રાજકોટ
News of Saturday, 20th October 2018

ત્રણ વાહનચોરીનો ભેદ ઉકેલાયોઃ ક્રાઇમ બ્રાંચે બે ઉઠાવગીરને પકડ્યા

બળદેવ ઉર્ફ પરીયો ફતેપરા અને જગનસિંગ ખીચી હેન્ડલ લોક વગરના વાહનો જ ચોરતાં હતાં: હેડકોન્સ. સમીરભાઇ શેખ, હેડકોન્સ. અનિલભાઇ સોનારા અને હરદેવસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૨૦: ત્રણ વાહનચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી બે ઉઠાવગીરો બળદેવ ઉર્ફ પરીયો રાજેશભાઇ ફતેપરા (રહે. પોપટપરા-૨) તથા જગનસિંગ પરષોત્તમસિંગ ખીચી (રહે. રેલનગર ભગવતીપાર્ક-૨)ને પકડી લીધા છે. આ બંનેએ છેલ્લા બે મહિના દરમિયાન ન્યુ શકિત સોસાયટી-૫૨માંથી એક બાઇ, રેલ્વે સ્ટેશન પાસેથી નંબર વગરનું બાઇક તથા     ધોળકીયા સ્કૂલ સામેથી દસેક દિવસ પહેલા નંબર વગરનું બાઇક ચોરી કર્યુ હતું. પોલીસે ૫૯ હજારના ત્રણ વાહનો કબ્જે કર્યા છે. પકડાયેલા પૈકી બળદેવ ઉર્ફ પરીયો રીઢો વાહનચોર છે. અગાઉ પણ તે પ્ર.નગરમાં ત્રણ વખત આવા ગુનામાં પકડાયો હતો.

 

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એ.એસ. સોનારા, એમ. અસેસ મહેશ્વરી, હેડકોન્સ સમિરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, કોન્સ. અજીતસિંહ પરમાર, હરદેવસિંહ રાણા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સમીરભાઇ, અનિલભાઇ અને હરદેવસિંહની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. તસ્વીરમાં ક્રાઇમ બ્રાંચની ટીમ, કબ્જે થયેલા વાહનો અને પકડાયેલા શખ્સો જોઇ શકાય છે. (૧૪.૯)

 

(4:03 pm IST)