રાજકોટ
News of Monday, 20th September 2021

ગુજરાતમાં ૪૦ લાખથી વધુ શિક્ષીત બેરોજગારો : નિરજ કુંદન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં એનએસયુઆઇ દ્વારા 'વિદ્યાર્થી સંવાદ' કાર્યક્રમ યોજાયો

રાજકોટ તા. ૨૦ : કોંગ્રેસપક્ષની વિદ્યાર્થીપાંખ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) ના રાષ્ટ્રીય પ્રમુખ નિરજ કુંદન ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને વિદ્યાર્થી અને યુવાનોલક્ષી અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમા રાજકોટ જીલ્લા NSUI દ્વારા આયોજીત કાર્યક્રમોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલ સાથે ઉપસ્થિત રહ્યા હતા. જેમા રાજકોટની ટી.એન. રાવ કોલેજમા રાષ્ટ્ર વિકાસમા મહીલા શકિતની ભાગીદારી કાર્યક્રમમાં ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યા હતો. જેમા વિદ્યાર્થીનીઓએ યુવાનેતાઓને ઘણા સવાલો કર્યો હતા જેમ કે મહીલાઓ પર હીંસા, છેડતી, બળાત્કાર અને ભેદભાવની નીતિઓ તેમજ મહીલા સશકિતકરણ બાબતે બે કલાકથી વધુ સમય પ્રશ્ર્નો કર્યા હતા અને તેમના ખુબ સુંદર રીતે જવાબો આપીને બંને નેતાઓએ પ્રેરણાત્મક સંબોધન કર્યું હતુ.

આજે બપોર બાદ સૌરાષ્ટ્રની અલગ અલગ કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથેનો રાજકોટ જીલ્લા NSUI દ્વારા આયોજીત 'વિદ્યાર્થી સંવાદ' કાર્યક્રમમા હાજર રહી સૌરાષ્ટ્રમા રોજગારી અને શિક્ષણ ક્ષેત્રે શું પરીસ્થિતી છે તેનો તાગ મેળવી આ મુદાઓ પર સંગઠનના આગામી કાર્યક્રમોની રણનતી ઘડવામા આવી હતી.

NSUIના રાષ્ટ્રીય પ્રમુખે નિરજ કુંદને વિશેષમાં જણાવ્યુ હતુ કે, ૧) જો કેન્દ્રની ભાજપ સરકાર સમ્રગ દેશમા ગુજરાતને એક રોલ મોડલ તરીકે ઉદાહરણ આપતી હોય તો અહીંયા બેરોજગારીનો દર કેમ ચિંતાજનક છે તે મોટો સવાલ છે. ગુજરાતમા જ માત્ર ૪૦ લાખથી વધુ શિક્ષિત બેરોજગારો છે છતા રાજય સરકાર સરકારો અને પ્રાઈવેટક્ષેત્રે રોજગારી ઉભી કરવામા નિષ્ફળ નિવડી છે. સરકારી ભરતીઓમા પેપરલીક, કૌભાંડો અને ભ્રષ્ટાચારો બહાર આવ્યા બાદ ત્રણ ત્રણ વર્ષથી અટકેલી ભરતીઓ હજુ નથી થઈ અને યુવાનો કંટાળી ગયા છે જે રાજયની ભાજપ સરકાર માટે શરમજનક બાબત છે. સરકાર શિક્ષણમાફીયાઓને પ્રોત્સાહન આપતી હોવાના લીધે આજે શિક્ષણ ખુબ મોંઘુ બન્યુ છે. ગુજરાતની સરકારી શાળાઓમા ઔરડાઓની અને શિક્ષકોની ઘટ છે તેમજ સરકારી શાળાઓને મર્જ કરવાના નિર્ણયોથી ગરોબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને ના છુટકે ખાનગી સ્કુલોમા અભ્યાસ કરવો પડે એ સરકાર શિક્ષણનુ ખાનગીકરણ કરી રહ્યાનો મોટો પુરાવો છે. ખાનગી શાળા-કોલેજોએ કોરાનાકાળમા પણ વાલીઓને અને વિદ્યાર્થીઓને ફો ના વાંકે હેરાનગતીઓનો સામનો કરવો પડ્યો તે દુઃખદ બાબત કહી શકાય.

NIRF રેન્કિંગ લીસ્ટમાં દેશની ટોપ ૩૦ યુનિવર્સિટીના ગુજરાતની એક પણ યુનિવર્સિટી નથી અને ટોપ ૧૦૦ યુનિવર્સિટીઓમા માત્ર ૩ જ યુનિવર્સિટી છે જે પરથી કહી શકાય કે ગુજરાતમાં શિક્ષણની વાસ્તવિક પરિસ્થિતિ શુ છે ! સરકારી યુનિવર્સિટીઓમા પટાવાળાથી માંડી કુલપતી સુધી પોતાના કાર્યકરોને બેસાડીને શિક્ષણધામને રાજકીય અખાડો બનાવી દીધો અને જેથી લાયકાત વગરના સતાધીશો અનઘડ વહીવટોથી ભ્રષ્ટાચારો, કૌભાંડો અને વિવાદોથી ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્યને અંધકારમય તરફ ધકેલાવાનુ કામ ભાજપ સરકાર કરી રહી છે તેવો આક્ષેપ કર્યા હતો.

ખાનગી શાળા-કોલેજ સંચાલકો પર અંકુશ જ નથી એટલે વિદ્યાર્થીઓને અને વાલીઓને અમુક લોકોની ખોટી દાદાગીરીનો સામનો કરવો પડો રહ્યો છે. કોરોનાકાળમા વિદ્યાર્થીઓ ફી માફી અંગે વાલીઓ અને વિદ્યાર્થી સંગઠનો રજુઆતો અને આંદોલનો બાદ પણ સરકારે સંપુર્ણ ફી નથી આપી તે મોટો પુરાવો છે કે આ લોકો સરકારના કહેવામા નથી.

સૌરાષ્ટ્રના હૃદય સમ્રાટ યુનિવર્સિટી એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેમા પણ નેક (NAAC) દ્વારા કરવામા આવેલ ઈન્સ્પેકસનમાં એ-ગ્રેડથી ગગડી બી-ગ્રેડ મળવો જે લાખો વિદ્યાર્થીઓ માટે આઘાતજનક અને દુઃખદ છે. ઈન્સ્પેકસન સંદભે કરવામા આવેલ ૯૭ લાખના ખર્ચાઓના બીલોની મંજુરીમા ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા. જેમા માટીકૌભાંડમા તત્કાલીન રજીસ્ટ્રાર સહીત સતાધિશોની મીલીભગતથી વિદ્યાર્થીવિકાસ ફંડના પૈસાથી ભ્રષ્ટાચાર બાદ પણ ભાજપ દ્રારા તમામ જવાબદારોને છાવરમા આવ્યા હતા. સૌ. યુનિવર્સિટીમાં કાયમી અધ્યાપકો ભરતી કરવામા આવતી નથી તેમજ હંગામી ધોરણે કર્મચારીઓને કાયમ કરવામા નથી આવતા જેવી અનેક બાબતોની સમસ્યાઓનો છે છતા સતાધઘિશો ખોટા તાયફાઓ અને બિનજરૂરી ખર્ચાઓર્થી કાર્યક્રમોમા જ વ્યસ્ત છે જેને NSUI  સખ્ત શબ્દોમા વખોડે છે.

ગુજરાત સરકાર દ્વારા પહેલા જે પણ વિદ્યાર્થીઓના વાલીઓ કોરાનામા મૃત્યુ પામેલા હશે તેમને મહીને ૪૦૦૦ રૂપીયાની સહાયની જાહેરાત બાદ આ સહાયના ફોર્મ વધુ ભરાતા સરકારની કોરોનામા મૃત્યુ પામેલાની છુપાવેલા આંકડાઓની પોલ ખુલે એમ હતી એટલે સહાય બંધ કરવામા આવી તેનો NSUI સખ્ત શબ્દોમા વિરોધ કરે છે. તેમ અંતમાં NSUIના રાષ્ટ્રીય પ્રમુખ નિરજ કુંદને જણાવ્યું હતું.

(4:08 pm IST)