રાજકોટ
News of Friday, 20th September 2019

આવતા અઠવાડીયે પણ વરસાદી માહોલના ચાન્સ

અરબી સમુદ્રમાં સિસ્ટમ્સ બની, વધુ મજબુત બનશેઃસિસ્ટમ્સ આધારીત વાદળા જયાથી પસાર થશે ત્યાં વરસાદની શકયતાઃ અશોકભાઇ પટેલ

રાજકોટઃ તા.૨૦, વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે આગોતરૂ એંધાણ આપતા જણાવ્યું કે આવતા અઠવાડીયે વરસાદી માહોલના ચાન્સ છે.

એક નોર્થ ઈસ્ટ અરબી સમુદ્રમાં આજે સવારે એક અપરએર સાયકલોનીક સરકયુલેશન થયુ છે. જે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ આ લોપ્રેસર દીવ, વેરાવળ દરિયાઈપટ્ટીથી ૧૩૦ કિ.મી. દક્ષિણે લોકેશન ૧૯.૬ નોર્થ ૭૦.૬ ઈસ્ટ જે દીવ, વેરાવળના દરિયાઈપટ્ટીથી ૧૩૦ દક્ષિણે છે તેમજ નોર્થ કોંકણથી ૨૨૫ કિ.મી. પશ્ચિમે આ લો પ્રેસર હાલમાં છે. જે આવતા ૪૮ કલાકમાં વેલમાર્ક ત્યારબાદ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે તેવું અનુમાન છે. આ સિસ્ટમ્સનો ટ્રેક પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ છે.

આ લો પ્રેશર સૌરાષ્ટ્ર ઉપર હાલમાં નથી આવતુ. સૌરાષ્ટ્રના કિનારાથી સમાંતર ચાલે છે. આ ડિપ્રેશન બનશે ત્યારે તેના આનુસંગિક વાદળોનો ફેલાવો (પૂછડીયા વાદળાઓ) સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી પણ પસાર થશે તેવી જ રીતે સમગ્ર ગુજરાતના ભાગોમાંથી પણ પસાર થશે.

આ સિસ્ટમ્સનો ટ્રેકના લીધે પોરબંદર જિલ્લો પણ વરસાદના ટ્રેકમાં આવરી લેવાય. ૨૩મી સુધી અસર રહેશે. આગોતરૂ એંધાણ તા.૨૪ થી ૩૦ દરમિયાન પણ વરસાદી માહોલના ચાન્સ છે કારણ કે બંગાળની ખાડી તરફ નવી સિસ્ટમ્સ થઈ શકે છે. અરબી સમુદ્ર તરફ પણ શકયતા છે.

(3:55 pm IST)