રાજકોટ
News of Friday, 20th September 2019

ઉજવણીના નામે આછકલાઇ...મહિલા કોલેજ અન્ડર બ્રિજમાં યુવાનો વાહનોમાં ટીંગાયાઃ ડીજે વગાડી રાસ રમ્યાઃ ટ્રાફિક જામ

કોઇ વિદ્યાર્થી સંગઠને કોઇપણ કારણોસર રેલી કાઢ્યા બાદ વાહન ચાલકોને પરેશાનીમાં મુકયા

રાજકોટઃ શહેરમાં આજે બપોરે એક વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલા કેટલાક યુવાનોએ કોઇ ઉજવણી માટે રેલી કાઢી હતી. કાર, બાઇક સહિતના વાહનો અને સાથે ડીજેને જોડી કાલાવડ રોડથી નીકળેલી આ રેલી કિસાનપરા ચોક સુધી આવી હતી અને ત્યાંથી પરત કાલાવડ રોડ તરફ જવા અન્ડર બ્રિજમાં પહોંચી હતી. આ વખતે અન્ડરબ્રિજની અંદર વાહનો ઉભા રાખી દઇ ડીજે વગાડી રેલીમાં જોડાયેલા યુવાનોએ રાસડા રમ્યા હતાં અને તેના કારણે દસેક મિનીટ ટ્રાફિક જામ રહ્યો હતો. ઉજવણીના નામે આછકલાઇના દર્શન આ યુવાઓએ કરાવ્યા હતાં. કારના બોનેટ પર બેસીને, ટીંગાઇને અને હો-હા-ગોકીરો કરીને વાહન ચાલકો પર ત્રાસ ફેલાવ્યો હતો. કોઇ એકશન ફિલ્મનું શુટીંગ કરતાં હોય તેવા દ્રશ્યો સર્જા્યા હતાં. આવો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. કારમાં કઇ રીતે આ લોકો ટીંગાડા હતાં તે સહિતના દ્રશ્યો જોઇ શકાય છે.

(3:50 pm IST)