રાજકોટ
News of Friday, 20th September 2019

ગ્લોબલ સર્વિસ ગ્રુપ દ્વારા ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ

રાજકોટઃ ગ્લોબલ સર્વિસ ગ્રુપ દ્વારા આયોજિત ઓપન ગુજરાત રેપીડ અને બ્લિટ્ઝ ચેસ ટુર્નામેન્ટ આનંદનગર કમ્યુનીટી હોલ ખાતે યોજાઇ હતી. જેમાં ગુજરાતભરમાંથી ૩૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઓપન કેટેગરી, અન્ડર ૧પ, અન્ડર ૧૩, અન્ડર ૧૦, અને અન્ડર ૮ એમ કુલ પાંચ કેટેગરીમાં ટુર્નામેન્ટ રમાડાઇ હતી. ઓપન કેટેગરીમાં ૧ થી ર૦ ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપી નવાજવામાં આવ્યા હતા અન્ડર કેટેગરીમાં ૧ થી૧૦ બાળકોને ટ્રોફી તેમજ બધા ખેલાડીઓને સર્ટીફીકેટ તથા ગીફટ રૂપે ઇન્ટરનેશનલ ચેસ સેટ આપી નવાજવામાં આવ્યા હતા રપ૦ જેટલા ખેલાડીઓને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા.ઓપન કેટેગરીમાં (૧) અક્ષર ઝાલા (ર) જતીન પંડયા (૩) વિજીત ડેલીવાલા અન્ડર ૧પમાં (૧) કુશલ રાડીયા (ર) ખુશી શાહ (૩) યશ પીત્રોડા  અન્ડર ૧૩માં (૧) હિતાર્થ જેઠવા (ર) હિમનીશ બાબરીયા (૩) યશવી માર્વાનીયા (૪) અન્ડર ૧૦ માં (૧) રિયાન શાહ (ર) વત્સલ પરીખ (૩) ઉદય પટેલ, અન્ડર ૮માં (૧) દેવ પીત્રોડા (ર) માહીના મકવાણા (૩) જયહા મોતીવારસ વિજેત બનેલ. બ્લિટ્ઝ ટુર્નામેન્ટમાં ઓપન કેટેગરીમાં (૧) ગૌરવ ત્રીવેદી (ર) નીરજ રાવલ (૩) અર્પિત ડેલીવાળા અન્ડર ૧પમાં (૧) અક્ષર ઝાલા (ર) અક્ષિત કાચા (૩) ગરવી શાહ વિજેતા થયા હતા. વિજેતા ખેલાડીઓને મેઘાબેન મેહતા, ઉર્જા મેહતા તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપી નવાજવામાંં આવ્યા હતા ટુર્નામેન્ટને સફળ બનાવામાં ગ્લોબલ સર્વિસ ગ્રુપના ચેરમેન ચિરાગભાઇ મેહતા ચીફ આર્બિટર ઋષાંગ ત્રિવેદી, ધવલભાઇ શાહ, અતુલભાઇ માંકડિયા ડો. નિમીષ પરીખ, હિરલ પરીખ, મહેશ વ્યાસ, રીના કાચા, જય પુજારા, હિરેન મારૂ, જયમલ આગઠ, કશીશ આગઠ, ક્રિષ્ના સુખડીયા, નેહલ રાણપરીયા, મહેશ ચૌહાણ, તેમજ આર.ડી.સી.એ. ની ટીમે મહેનત ઉઠાવી હતી.

(3:42 pm IST)