રાજકોટ
News of Friday, 20th September 2019

નવરાત્રી મહોત્સવ મંડળ.... ૧૫ જંકશન પ્લોટ

 રાજકોટ : શહેરની પ્રથમ હરોળની પ્રાચીન રાસ ગરબી મંડળમાં ૧૫ - જંકશન પ્લોટ સ્થિત નવરાત્રી મહોત્સવ મંડળ દ્વારા છેલ્લા ૫૪ વર્ષથી આસો નવરાત્રીનું ભકિતભાવપૂર્ણ આયોજન કરવામાં આવે છે.  માત્ર રાજકોટ જ નહિં પરંતુ આજુબાજુના વિસ્તારમાં પણ જંકશન પ્લોટની નવરાત્રી મહોત્સવ મંડળની ગરબી મંડળની ગરબે ઘૂમતી બાળાઓના રાસ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. ગરબી મંડળની બાળાઓના ટીપ્પણી રાસ, ઈંઢોણી રાસ, તાલી રાસ, બેડા રાસ સહિતના રાસે ભારે આકર્ષણ જમાવ્યુ છે. નવરાત્રી મહોત્સવ મંડળમાં હાલ ગાયક તરીકે વાલજીભાઈ ડાભી, પ્રવિણભાઈ વ્યાસ, તબલામાં ગોપાલભાઈ થરેસા, ધર્મેન્દ્રસિંહ, મંજીરામાં કિર્તીકુમાર સમેજા, કિશન બોરીચા, પેટીમાં કુમુદભાઈ નિમાવત સેવા આપે છે. વ્યવસ્થાપકમાં ખ્યાતિબેન પરમાર અને કલ્પનાબેન સોલંકી સેવા આપે છે. નવરાત્રી મહોત્સવ મંડળના યાદગાર આયોજનને દીપાવવા પૂર્વ મેયર અને ગરબી મંડળના પ્રમુખ જનકભાઈ કોટક, વિજયભાઈ ગોસ્વામી, અશ્વિનભાઈ માણેક, મંત્રી સુરેશભાઈ રત્નેશ્વર, સહમંત્રી રાજુભાઈ ગોસ્વામી, અમિતભાઈ કોટક, હિમાંશુભાઈ માણેક, જીજ્ઞેશભાઈ સોની, યોગેશભાઈ બોરીચા, સુનિલભાઈ ગોસાઈ, અનિલભાઈ જોષી સહિતના સેવા બજાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની તાલીમ લેતી બાળાઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:39 pm IST)