રાજકોટ
News of Friday, 20th September 2019

જેમ્સ એન્ડ જવેલરી એસો. દ્વારા સુવર્ણ કારીગરોને પરીચય કાર્ડ અપાશે : નિઃશુલ્ક ફોર્મ વિતરણ

રાજકોટ તા. ૨૦ : જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ સાથે જેમ્સ એન્ડ જવેલરી એસો. રાજકોટ દ્વારા કરાયેલ એમ.ઓ.યુ. મુજબ ૨૦ હજાર જેટલા સુવર્ણ કારીગરોને પરિચય કાર્ડનું વિતરણ કરવામાં આવનાર છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા એસો.ના આગેવાનોએ જણાવેલ કે આ સોશ્યલ સિકયુરીટી કાર્ડ કે ઓળખપત્ર કઢાવનાર કામદારોને સરકારી લાભાલાભો મેળવવામાં સરળતા રહેશે. ખાસ કરીને જે કામદારો કોઇપણ સંસ્થા સાથે ડાયરેકટ જોડાયેલા ન હોય તેઓ આ પરિચય કાર્ડ કઢાવી સંકલનમાં રહી શકશે. સાથો સાથ ૭૫% ડીસ્કાઉન્ટ સાથે પોતાના અને તેના પરિવાર માટે આરોગ્ય વીમા યોજનાનો લાભ લઇ શકશે.

પરીચય કાર્ડ દ્વારા રોજગારીની કુશળતાની માહીતીનું સંકલન સરળ થશે. દા.ત. કટીંગ, પોલીશીંગ, કાસ્ટીંગ, ડીઝાઇનીંગ વગેરેનો ડેટાબેઝ તૈયાર કરાશે. નાણાકીય ટેકો મળે તે માટે બેંકોનો સ઼પર્ક કરવા માટે પણ આ કાર્ડ ઉપયોગી પુરાવો બની રહેશે. રાજય અને કેન્દ્રની વિવિધ યોજનાઓના લાભ તેમજ આવાસ યોજનાઓમાં પણ પરીચય કાર્ડ જોડી શકાશે. ટુ વે એસએમએસ ચકાસણીમાં પણ કાર્ડ ઉપયોગી બનશે.

આ કાર્ડ માટે હાલ ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવેલ છે. (૧) જેમ્સ એન્ડ જવેલરી એસો.ની ઓફીસ શ્રીહરી બિલ્ડીંગ, ૨/૧૦ દિવાનપરા, મોનાર્ક કોમ્પલેક્ષની બાજુમાં, જુગલ જવેલર્સ જુની ગધીવાડ ચોક, સોની બજાર તેમજ (ર) ગીરીરાજ જવેલર્સ, માંડવી ચોક, સોની બજાર, મનોજકુમાર મથુરદાસ એન્ડ સન્સ જવેલર્સ, પેલેસ રોડ, આશાપુરા મંદિર પાસેથી મેળવી શકાશે.

જયારે ભરાયેલા ફોર્મ પરત કરવા સાંજે ૪ થી ૮ દરમિયાન શ્રી હરિ બિલ્ડીંગ, ૨/૧૦ દિવાનપરા મનોર્ક કોમ્પલેક્ષની બાજુમાં (મો.૬૩૫૬૫ ૬૫૦૬૫) ખાતે સંપર્ક કરવાનો રહેશે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જેમ્સ એન્ડ જવેલરી એસો.ના પ્રેસીડેન્ટ પરેશ આડેસરા (મો.૯૮૨૪૪ ૪૮૩૮૧), મંત્રી મયુર આડેસરા (મો.૯૯૨૪૭ ૪૬૦૦૦),  વિજય પારેખ (મો.૯૪૨૬૯ ૭૦૫૨૯), ટ્રેઝરર કનૈયાલાલ રાજપરા (મો.૯૪૨૮૨ ૭૮૧૮૫) નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:39 pm IST)