રાજકોટ
News of Friday, 20th September 2019

પુજા હોબી સેન્ટર અને પોદાર જમ્બો કીડઝ દ્વારા રવિવારે વિવિધ સ્પર્ધાઓનું આયોજન

હેમુ ગઢવી હોલ સ્પર્ધકોથી ધમધમશે : વિજેતઓને થશે ઇનામ વિતરણ

રાજકોટ તા. ૨૦ : આગામી તા. ૨૨ ના રવિવારે હેમુ ગઢવી હોલ ખાતે પુજા હોબી સેન્ટર અને પોદાર જમ્બો કીડઝ દ્વારા નાના બાળકો, યુવાનો, બહેનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે તા.૨૨ ના રાત્રે ૮ વાગ્યાથી સ્પર્ધાઓનો પ્રારંભ કરાશે. જેમાં ડાન્સીંગ, યોગા, જીમ્નાસ્ટીક, ઝૂમ્બા, સ્કેટીંગ ડાન્સ, મોડેલીંગ, ફેન્સી ડ્રેસ, ફેશન શો થશે. ભાગ લેનાર સ્પર્ધકોમાંથી દરેકમાં પ્રથમ ત્રણ વિજેતા જાહેર કરી ઇનામો, શીલ્ડ અને સર્ટીફીકેટ અપાશે. હેલ્ધી બેબી કોમ્પીટીશનના વિજેતાઓને પણ ઇનામોથી નવાજવામાં આવશે.

ફેન્સી ડ્રેસમાં બેટી બચાવો, બેટી પઢાવો, પર્યાવરણ બચાવો, બાળક મજુરી અટકાવો જેવા વિષયોને ધ્યાને લઇ પ્રતિભા રજુ કરાશે. એજ રીતે ડાન્સીંગ અને સ્કેટીંગમાં હીપહોપ, કન્ટેમ્પરરી, ફ્રી સ્ટાઇલ, ફીલ્મી, રોબેટીક, લીરીકલ, સ્પીન, ફુટવર્ક, લીફટીંગ જેવી આઇટમો રજુ થશે. મોડેલીંગમાં હેરસ્ટાઇલ અને ફેશનેબલ વસ્ત્રોના આધારે કેટવોક કરાશે.

ઝુમ્બા વીથ ગરબા અને યોગ એક નવુ આકર્ષણ બની રહશે. આ કાર્યક્રમમાં પોદાર જમ્બો કીડસ અને પુજા હોબી સેન્ટર ઉપરાંત જુનાગઢ, મોરબી, જામનગર, ધોરાજી, ગોંડલ, પીપળવા, જેતપુર, અમદાવાદના બાળકો પણ ભાગ લેનાર છે.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, શ્રીમતી મીતાબેન ચાવડા, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિન મોલીયા, બાન લેબ્સવાળા મૌલેશભાઇ પટેલ, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય, ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શીવસેનાના જીમ્મીભાઇ અડવાણી, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના મુકેશભાઇ દોશી, રેખાબેન, કીંજલબેન, ડે. કલેકટર ડો. પ્રકાશભાઇ ડોબરીયા, પરલી કોસ્મેટીક લેસર સેન્ટરના ડો. રામોતીયા, માં શારદા હોસ્પિટલના ડો. નિરજ ભાવસાર, સતનામ હોસ્પિટલના ડો. જયેશ સોનવાણી, યુ-ટર્ન ઓપ્ટીકલવાળા ઉમેશભાઇ શેઠ, વિજયભાઇ કારીયા, દિવ્યેનભાઇ રાયઠ્ઠઠા, ધર્મેશભાઇ વસંત, કાળુમામા વડેરીયા, હીમાંશુભાઇ રાણા, સુરેશભાઇ ત્રિવેદી, ડી. વી. મહેતા, જીતુભાઇ ગોટેચા, અનુપમભાઇ દોશી, મુકેશભાઇ રાદડીયા, દિપકભાઇ વાયાા, માધવભાઇ જસાપરા, મનહરસિંહ ગોહિલ, મિલન કોઠારી, દિપકભાઇ રાજાણી, રાજેશભાઇ ગાંધી, અશોકભાઇ ગાંધી, આશીષભાઇ વાગડીયા, રાજુભા કીકાણી, ઉત્સવ ગ્રુપના દિનેશભાઇ વિરાણી, વિક્રમભાઇ ચૌહાણ, જયેશભાઇ ઓઝા, દેવાંગભાઇ માંકડ, ગુણવંતભાઇ ડેલાવાળા, ચિરાગભાઇ અઢીયા, મનોજભાઇ કુમકુમ ગ્રુપ, રશ્મિબેન અઢીયા, રમાબેન હેરભા, રેણુબેન યાજ્ઞિક, અલ્કાબેન કામદાર, વિજયાબેન વાછાણી, જસુમતીબેન વસાણી, રક્ષાબેન બોળીયા, અરૂણાબા ચુડાસમા, રત્નાબેન સેજપાલ, જાગૃતિબેન ધાડીયા, કાન્તાબેન કથીરીયા, કાશ્મીરાબેન નથવાણી, ગાયત્રીબા વાઘેલા, જયાબેન ડાંગર, ડો. હેમાંગભાઇ વસાવડા, ડો. વિજયભાઇ દેસાણી, સૌ.યુનિ. વાઇસ ચાન્સેલર, ગજેન્દ્રસિંહ રાઠોડ, મનુભાઇ વઘાસીયા, નીતાબેન વઘાસીયા, શરદભાઇ, ઉન્નતીબેન ચાવડા વગેરે ઉપસ્થિત રહેશ.

સમગ્ર આયોજનને સફળ બનાવવા કમીટી મેમ્બરો સોનલબેન, દીપ્તીબેન, સીમરનબેન, અલ્પાબેન, શિવાભાઇ, અજયભાઇ, શ્રેયાબેન, મીનાબેન, આરતીબેન, ભાવનાબેન, દીપાબેન, પૂર્વીબેન, કિંજલબેન, રશ્મીબેન, શ્રૃતિબેન, ડો. પુજા રાઠોડ વગેરે જહેમત ઉઠવી રહ્યા છે. તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા દિપુબેન, પુષ્પાબેન, વિજયભાઇ કારીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:38 pm IST)