રાજકોટ
News of Friday, 20th September 2019

જીવનનગરની પ્રાચીન ગરબીમાં ૩૯માં વર્ષે તૈયારી કરતી બાળાઓ

રાજકોટઃ જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં.૧૦, જાગૃત નાગરીક મંડળ નવરાત્રી મહોત્સવ સમિતિ રામેશ્વર મહાદેવ ધામ સમિતિના સયુંકત ઉપક્રમે૩૮માં વર્ષ પ્રાચીન ગરબી મંડળમાં ૪૦ બાળાઓ તડામાર તૈયારી કરી રહેલ છે. રૈયા રોડ વિસ્તારમાં આ ગરબી વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે.

ગરબીના આયોજક અલ્કાબેન પંડયા સુનિતાબેન વ્યાસે જણાવ્યું કે રહિશોની એકતામાં જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમીપાર્કના કલાપ્રેમીઓનો વિશેષ સહયોગ મળે છે. જીવનનગર સમિતિના હોદેદારોની સહિયતાના કારણે ગરબી પ્રગતીના પંથે છે.

આ ગરબીમાં બેડા, ખંજરી, ટીપ્પણી, દીવડા, દાંડીયા, મંજીરા સહિત અનેક ગરબા આકર્ષણનું કેન્દ્ર છે. બાળાઓને તાલીમ આપવાનું તૈયારી ચાલી રહી છે.

ગરબીની તૈયારીમાં અલ્કાબેન પંડયા,  સુનિતાબેન વ્યાસના  વડપણ હેઠળ જયોતિબેન પુજારા, આશાબેન મજેઠીયા, ભારતીબેન ગંગદેવ, શોભનાબેન ભાણવડીયા, યોગીતાબેન જોબનપુત્રા,   હર્ષાબેન પંડયા વિગેરે બાળાઓને અવનવા રાસ-ગરબા શીખડાવવામાં આવે છે. ગરબીને આદર્શનો એવોર્ડ મળ્યો છે. ભૂતપૂર્વ નાણાપ્રધાન અને રાજયપાલ વજુભાઇ વાળા આ ગરબીમાં આયોજકોને પ્રોત્સાહીત કરતા હતા.

જીવનનગર ગરબી મંડળમાં વિનુભાઇ ઉપાધ્યાય, નવીનભાઇ પુરોહિત, પાર્થ ગોહિલ, વિજયભાઇ જોબનપુત્રા, ગોવિંદભાઇ ગોહેલ, પંકજભાઇ મહેતા,  ભરતભાઇ મહેતા, નયનેશ ભટ્ટ, શૈલેષભાઇ પુજારા, પંકજભાઇ ખખ્ખર, વી.સી. વ્યાસ સહિત હોદેદારો સતત મહેનત કરે છે.

સમિતના ઉપપ્રમુખ મુકેશભાઇ પોપટ,  ડો. તેજસ ચોકસી બાળાઓને વિશેષ પ્રોત્સાહીત મળે તે માટે કામગીરી કરી રહયા છે.

(3:29 pm IST)