રાજકોટ
News of Friday, 20th September 2019

રૂ.૪ લાખ ૩૩ હજારના ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ-છૂટકારો

રાજકોટ તા.૨૦: રૂ.૪,૩૩,૦૦૦ની ચેક રીટર્નની ફરીયાદ ચાલી જતા તહોમતદારને નિર્દોષ ઠરાવી કોર્ટે છોડી મુકતા સ્પે.નેગોશીયેબલ કોર્ટ હુકમ કરેલ છે.

રાજકોટ શહેરમાં રહેતા સમ્રાટ જેન્તિલાલ ભેંંસદડીયા વિરૂધ્ધ રાજકોટ રહેતી ફરીયાદણ નેહલ કિશોરભાઇ શિંગાળાએ રાજકોટના એડી.ચીફ.જયુડી.મેજી. (સ્પે.નેગોશીયેબલ કોર્ટ)ની કોર્ટમાં મિત્રતાના તથા એક જ ફિલ્ડમાં કામ કાજ કરતા હોય, જેથી સંબંધના દાવે આપેલ હાથ ઉછીની રકમ રૂ.૪,૩૩,૦૦૦-૦૦ સબંધે તહોમતદારે આપેલ ચેક રીટર્ન થયા બાબતેની ફરીયાદ નોંધાવતા, કેસ ચાલી જતા, એડી.ચીફ. જયુડી.મેજી.શ્રીમતિ આર.એસ.રાજપુતે (સ્પે.નેગોશીયેબલ કોર્ટ)એ તહોમતદારને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.આ કેસની હકીકત જોઇએ તો, તહોમતદાર સમ્રાટ જેન્તિલાલ ભેંસદડીયા સામે રાજકોટની અદાલતમાં એ બાબતની ફરીયાદ નોંધાવેલ કે, ફરીયાદણ તથા તહોમતદાર એક જ શૈક્ષણીક ફિલ્ડમાં કામ કામજ કરતા હોય અને એકબીજાથી પરિચિત હોય તહોમતદારને નેતા કલાસીસના વિકાસઅર્થે તેમજ અંગત જરૂરીયાત ઉપસ્થિત થતાં ફરીયાદણે તહોંમતદારને એપ્રિલ-૨૦૧૬ થી જાન્યુઆરી-૨૦૧૭ સુધીમાં અલગ અલગ સમયે કુલ રકમ રૂ.૯,૩૩,૦૦૦-૦૦ રોકડા આપેલ બાદમાં તા.૩-૭-૨૦૧૭ના રોજ તહોમતદારે ફરીયાદણ જોગ હાથ ઉછીની લીધેલ રકમનો નોટરાઇઝડ કરાર કરી આપેલ અને તે કરાર મુજબ તહોમતદારે ફરીયાદણને કુલ ત્રણ ચેકસ અલગ અલગ તારીખના આપેલ.

આ બાદ તહોમતદારે બે ચેક અન્વયેનું પેમેન્ટ કુલ રકમ રૂ.૫,૦૦,૦૦૦-૦૦ રોકડમાં ફરીયાદણને ચુકવી આપતા બે ચેકસ તહોમતદારે પરત મેળવેલ અને તા.૨૩-૭-૨૦૧૭ના રોજનો તહોમતદારે તેની બેન્ક, ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક, રાજકોટના ચેકની રકમ રૂ.૪,૩૩,૦૦૦-૦૦ નો આપેલ જે ચેક રીટર્ન થતા ફરીયાદણે કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ.

તહોમતદારના એડવોકેટ શ્રી સંજય એન.ઠુંમર દ્વારા હાઇકોર્ટ તેમજ એપેક્ષ કોર્ટના વિવિધ આધારભુત જજમેન્ટો રજુ કરી દલીલો કરેલ. કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળી તહોમતદારને સી.આર.પી.સી.કલમ-૨૫૫(૧)અન્વયે ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ-૧૮૮૧ ની કલમ-૧૩૮ હેઠળના ગુનાના કામે નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામમાં તહોમતદાર સમ્રાટ જેન્તિલાલ ભેંસદડીયા વતી રાજકોટના ધારાશાસ્ત્રી સંજય એન.ઠુંમર રોકાયેલા હતા.

(3:28 pm IST)