રાજકોટ
News of Friday, 20th September 2019

અપહરણ પોસ્કોના ગુન્હામાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા.૨૦: અત્રે રાજકોટની સ્પે પોસ્કો કોર્ટે આરોપીને અપહરણ અને પોસ્કોના કેસમાં જામીન ઉપર મુકત કરેલ છે.

આ કેસની હકીકત ટુંકમાં એ મુજબ છે કે, રાજકોટ શહેરમાં ભાવનગર રોડ, રાજમોતી મીલ સામે, મયુરનગરમાં રહેતા ભોગ બનનારના પિતાએ રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન ગુન્હાથી તેની સગીર વયની પુત્રીને રાજમોતી મીલ પાસે, મયુરનગરમાં રહેતો આરોપી નયન વિનુભાઇ ચૌહાણ લગ્ન કરવાની લાલચ આપી ધમકી આપી તેના બુલેટ ઉપર ભગાડી ગયેલ છે. તે મતલબની ફરીયાદ લખાવેલ હતી. ફરીયાદીની ફરીયાદ મુજબ તેની પત્ની બપોરે દુધ લેવા ગઇ ત્યારે ઘરે પરત આવતા તેની પુત્રી ઘરે હાજર ન હતી. તેની જાણ તેના પતિ જે બહાર ગયા હતા તેને જાણ કરેલ હતી. અને તેના પતિ એ ઘરે આવીને તપાસ કરતા આજુ બાજુમાં રહેતા માણસો દ્વારા જાણવા મળેલ કે નયન વિનુભાઇ ચૌહાણ સાથે તેની દિકરીને ગયેલ છે.

ત્યારબાદ આરોપીની અટક થતા અને જામીન અરજી કર્તા આરોપીના વકિલ દ્વારા એવી રજુઆત કરેલ કે, ભોગ બનનારની ઉમર ૧૭ વર્ષ અને આઠ માસ છે. અને આરોપીની ઉમર ૧૮ વર્ષ ૮ માસ છે અને તે રાજકોટમાં આત્મીય કોલેજમાં ડીપ્લોમાં મીકેનીકલમાં અભ્યાસ કરે છે. અને ભોગ બનનાર અને આરોપી સાથે ભણતા હતા અને બંન્ને વચ્ચે લવ અફેર હતો. તેમજ ભોગ બનનારના લવ લેટર પણ કોર્ટમાં રજુ કરેલ હતા નામ.કોર્ટે આરોપીની નાની ઉંમર લવ અફેર અને અભ્યાસ ધ્યાને લઇ આરોપીને રૂ.૧૫૦૦૦ અંકે રૂપિયા પંદર હજારના શરતી જામીન ઉપર મુકત કરેલ હતા.

ઉપરોકત કેસમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ યોગેશ ઉદાણી, કિશન વાગડીયા, અશોક જાદવ અને રામકુભાઇ બોરીચા રોકાયેલા હતા.

(3:28 pm IST)