રાજકોટ
News of Thursday, 20th September 2018

રાજકોટમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનાર ટેસ્ટ મેચની ટિકીટોનું ૨૨મીથી વેચાણ

રાજકોટ : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટએસોસીએશનના મેદાનમાં રમાનાર છે ત્યારે આ ટેસ્ટ મેચના ટિકીટોનું વેચાણ ૨૨મીથી શરૂ થનાર છે : જેના સ્થળ આ મુજબ છે : (૧) સૂર્યકાંત હોટલ, લોધાવાડ ચોક (૨) અગ્રવાલ સ્પોટ્ર્સ, ઢેબર રોડ (૩) અક્ષર આર્ટ સેન્ટર, પ્રથમ માળ, શોપ નં.૧૭, સદ્દગુરૂ તીર્થધામ, રૈયા રોડ (૪) ફીટનેસ ફાઈવ જીમ, કોટેચા ચોક ખાતેથી મળશે : ટીકીટોના ભાવ આ મુજબ છે : સાઉથ પેવેલીયન લેવલ-૧ બ્લોક - ૧/૨, રૂ.૫ હજાર, લેવલ-૨ બ્લોક-જે, કે, એલ, એમ રૂ.૬ હજાર, લેવલ-૩ રૂ.૨ હજાર, કોર્પોરેટ બોકસ રૂ.૭ હજાર, વેસ્ટ એન્ડ લેવલ - ૧ રૂ.૧ હજાર, લેવલ-૨ રૂ.૧૨૦૦, લેવલ-૩- રૂ.૧૨૦૦, કોર્પોરેટ બોકસ રૂ. ૫ હજાર, કોર્પોરેટ બોકસ લેવલ- ૩ રૂ.૪ હજાર, ઈસ્ટ સ્ટેન્ડ લેવલ-૧ રૂ.૫૦૦, લેવલ-૨ - રૂ.૬૦૦ અને લેવલ-૩ રૂ.૫૫૦ રાખેલ છે.

(4:03 pm IST)