રાજકોટ
News of Thursday, 20th September 2018

કોપોરેશન દ્વારા સ્વચ્છતા સર્વક્ષણ અન્વેય સેમીનાર યોજાયો

રાજકોટઃ સ્વચ્છ ભારત મિશન અને કન્સ્ટ્રકશન અને ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટ તથા સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯ અન્વયે રાજકોટ માહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રાજકોટ શહેરમાં જુના ઇમલા તથા જુના બાંધકામો પાડતોડ કરતા ધંધાર્થીઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ જાહેરનામા તથા આવા બાંધકામના કાટમાળ ને જયાં ત્યાં ગેરકાયદેસર રીતે નિકાલ કરવાને બદલે રાજકોટ મકહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલ સ્થળો કોઠારીયા રોડ પોલિસ ચોકીની બાજુમાં પત્થરની ખાણ પાસે તથા રૈયા સ્માર્ટ સીટીના તમામ ખાણ વિસ્તારોમાં જ આવા બાંધકામના કાટમાળ તથા ભરતીનો નિકાલ કરવા નિયમોની વિગતવાર જાણકારી આપવામાં આવેલ હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કન્સ્ટ્રકશન અને ડીમિલિશન વેસ્ટનો પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામાના સ્થળે જ નિકાલ કરવા તથા આગામી સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯ માટે સહયોગ આપવા અનુરોધ કરવામાં આવેલ હતો. આજના આ સેમિનારમાં ડેપ્યુટી કમિશ્નર સી.બી.ગણાત્રાસાહેબ, ટી.પી. શાખાના એ.ટી.પી. ઓ  વી.વી.પટેલ, ગૌતમભાઇ જોશી તથા રાજેશ મકવાણા તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના  અંબેશ દવે તથા  રાજેશ ભાલોડીયા તથા  કેતન મદ્રેસાણીયા તથા આઇ.ઇ.સી.સેલ શ્રી નિરવ પાડલીયા તથા બાંધકામ કાટમાળના ધંધાર્થીઓ હાજર રહેલ હતા.

(4:01 pm IST)