રાજકોટ
News of Thursday, 20th September 2018

ગ્રાહક સાથે મિલન એ નાગરીક બેંકની પરંપરાઃ નલીનભાઇ

રાજકોટ નાગરીક સહકારી બેંક દ્વારા ભાવનગર શાખામાં ગ્રાહક મિલન સમારોહ

રાજકોટઃ રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી.ની ભાવનગર શાખાનું ગ્રાહક મિલન ભાવનગર ખાતે યોજાયેલ હતું. સમારોહની વિશેષતા એ હતી કે સન્માનીત ખાતેદારોને તેમના સ્થાને જઇ બેન્કના પદાધિકારીઓએ સન્માનીત કર્યા હતા અને આ પ્રયાસને સર્વેએ તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધેલ. સન્માનીતમાં સરદાર પટેલ સેવા ટ્રસ્ટ (મોટા ડીપોઝીટર), સુધાબેન પાઠક (મહિલા મોટા એફ.ડી. ડીપોઝીટર), અરવિંદભાઇ શાહ (ફલેકસી ડીપોઝીટર), સ્વરા-એ વીંગ ઓનર્સ એસોસીએશન (એસોસીએશન ડીપોઝીટર), ગાયત્રી મેડીકલ-કેતનભાઇ ભટ્ટ (કરંટના ખાતેદાર), મૃદુલાબેન ત્રિવેદી (સિનીયર સીટીઝન મહીલા ખાતેદાર), દુર્ગાદાસભાઇ દવે (સીનીયર સીટીઝન ખાતેદાર) ક્રિષા પટેલ (નાની વયના ખાતેદાર), રિનાબા જાડેજા (પ્રથમ મહિલા લોન ખાતેદાર), હરેશભાઇ રાજયગુરૂ (સીસી ખાતેદાર), હરદેવસિંહ જાડેજા (ધિરાણ ખાતેદાર), ગીતાબેન પાલા (જુના મહિલા ખાતેદાર), બીનાબા જાડેજા (મોબાઇલ બેન્કીંગ વપરાશકર્તા)ને સ્મૃતિભેટ આપી સન્માનીત કરાયા હતા. આ પ્રસંગે મહિલાઓને આર્થિક પગભર કરતી 'કલ્પતરૂ ધિરાણ યોજના' ના બે જુથ નાગરીક પલાણ પીર મહિલા જુથ અને નાગરીક જય અંબે મહિલા જુથનાં પ્રમુખ-મંત્રીને બેન્કના ચેરમેન, વાઇસ ચેરમેનના હસ્તે ચેક એનાયત કરાયેલા હતા. આ તકે નલીનભાઇ વસોયાએ જણાવ્યું હતું કે, 'નાના માણસની મોટી બેન્ક' એ આ બેન્કનું સુત્ર રહયું છે. સુત્ર બોલવુ એટલુ જ પુરતુ નથી પરંતુ બેન્કના વડીલોએ આ સુત્ર નક્કી કર્યુ એની સાથે બેન્કનું વિઝન, દિશા નક્કી કરી દીધી. બેન્ક નફો કરે છે પરંતુ નફો એ આપણું લક્ષ્ય નથી. ગ્રાહક મિલન થકી દર વર્ષે ગ્રાહકોને મળવું એ પરંપરા છે. બેટી વધાવો યોજનામાં દીકરીનાં જન્મનાં એક વર્ષની અંદર તેણીના નામે નિયત રકમની એફ.ડી.કે રીકરીંગ ખાતુ ખોલાવવામાં આવે તો બેન્ક શેર સભ્યપદ ઓફર કરે છે. પ્રભારી ડિરેકટર હંસરાજભાઇ ગજેરાએ પ્રાસંગીક કરી સૌને આવકારેલ અને વિનોદ શર્માએ પણ પ્રાસંગીક પ્રવચન કરેલ. આ સમારોહમાં નલીનભાઇ વસા (ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (ઇન્ચાર્જ વાઇસ ચેરમેન), હંસરાજભાઇ ગજેરા (પ્રભારી ડીરેકટર), હરીભાઇ ડોડીયા (ડીરેકટર), વિનોદ શર્મા (સીઇઓ), ભાવનગર શાખા વિકાસ સમીતીમાંથી ગિરીશભાઇ શાહ (કન્વીનર), માનસીંગભાઇ ચૌહાણ (સહ-કન્વીનર), નીતીનભાઇ કણકીયા, શંભુપ્રસાદ જાની, ગિરીશભાઇ ભુત (એ.જી.એમ-બેન્કીંગ), રજનીકાંત રાયચુરા (એ.જી.એમ.-ક્રેડીટ રીકવરી) મનીશભાઇ શેઠ (એ.જી.એમ.-માર્કેટીંગ), ટી.સી.વ્યાસ (એ.જી.એમ.-એચ.આર), જયેશભાઇ છાંટપાર (સી.એમ.આઇ.ટી.), ખુમેશભાઇ ગોસાઇ (સી.એમ.-રિકવરી), નયનભાઇ ટાંક (ડી.સી.એમ.), કિશોરભાઇ મુંગલપરા (મેનેજર-સ્ટાફ રીલેશન), જાગૃત કર્મચારી મંડળમાંથી મનસુખભાઇ ગજેરા અને કિરીટભાઇ કાનાબાર, યોગેશભાઇ સાંઇવાલે (મેનેજર) આમંત્રીતો અને નાગરીક પરીવારજનો ઉપસ્થિત રહયા હતા. આ તકે યોગેશભાઇ સાંઇવાલેએ શાખાની વિવિધ આંકડાકીય માહીતી રજુ કરી હતી. આભારદર્શન  ગીરીશભાઇ શાહે અને સંચાલન નિશીથભાઇ ધોળકીયાએ કર્યુ હતું.

(3:59 pm IST)