રાજકોટ
News of Thursday, 20th September 2018

ઇસ્લામ જીંદા હે હર કરબલા કે બાદ... માનતા રાખનારાઓ ઉઘાડા પગે ચાલતા હોય રસ્તા ઉપર કાચ, ટયુબલાઇટ ન ફોડવા અપીલ

રાજા-મહારાજાઓએ ૨૮ સોના ચાંદીના તાજીયા બનાવી મુસ્લિમ સમાજને અર્પણ કરેલ જે આજે પણ તાજીયાઓ ઝુલુસમાં ફરે છે

રાજકોટ તા.૨૦: રાજકોટ શહેર તાજીયા કમિટીના પ્રમુખ આસીફભાઇ સલોતે અને  શહેર તાજીયા કમિટી તાજીયાઓના ઝુલુસો અંગે માહિતી આપતા જણાવેલ છે કે, હિન્દુસ્તાનમાં એકમાત્ર રાજકોટ શહેર એકતા અને ભાઇચારાના માહોલનું જયાં ૧૦૦ ટકા હિન્દુભાઇઓના ૧૦૦ ટકા વિસ્તારોમાં ત્રણ તાજીયાઓના ઝુલુસો બે દિવસ સુધી લાખો હિન્દુ-મુસ્લિમ સમાજની હાજરીમાં ફરે છે. દેશના કોઇપણ રાજયના શહેરમાં આવુ થતું નથી હઝરત ઇમામ હુશેન અને ૭૨ શહિદોના માનમાં દુનિયાભરના મુસ્લિમો ગમગીન થઇને ૭૨ શહિદોની યાદમાં મહોરમનો તહેવાર મનાવે છે, રાજકોટના મુસ્લિમ વિસ્તારોમાં ૫૦૦થી વધારે શબીલો નાખવામાં આવેલ છે. જેમાં પાણીથી લઇને દૂધ ઠંડા પીણા સુધીનું ઇમામ હુશેનની યાદમાં હજારો હિન્દુ -મુસ્લિમ ભાઇઓને પીવડાવવામાં આવે છે. મુસ્લિમ વિસ્તારોમાં સબીલોમાં હિન્દુ સમાજના ભાઇઓ પણ પુરો સાથ અને સહકાર આપે છે, તેવી જ રીતે રાજકોટમાં ઘણા વિસ્તારોમાં તાજીયા બનાવવામાં પણ હિન્દુ ભાઇઓ પુરી મહેનત કરે છે હઝરત ઇમામ હુશેનને મુસ્લિમ સિવાય હિન્દુ સમાજ પણ આસ્થા પુર્વક માનતા હોય છેે અને પોતાની અલગ-અલગ માનતાઓ તાજીયાઓ પાસે જઇને માનતા હોય છે જે માનતાઓ પુરી થઇ જતા આવતા વર્ષે જે તે તાજીયા પાસે માનતા માનેલ હોય તે માનતાઓ આસ્થાભેર પુરી કરતા હોય છે. શહેરનાં ૨૦૦ થી પણ વધારે ઇમામ ખાનાઓમાં તાજીયા બનાવવાની કામગીરી રાત-દિવસ ચાલી રહેલ છે. રાજકોટ શહેર તાજીયા કમિટીને વિનંતી છે કે રોડ ઉપર કાચ, ટયુબલાઇટ, લાઇટ, કાચની બોટલો નહી ફોડવા, રાજકોટ શહેર તાજીયા કમિટીના પ્રમુખ આસીફભાઇ સલોતે મહામંત્રી રજાકભાઇ જામનગરી, ઇલુભાઇ સમા, વાહીદભાઇ સમા, મકબુલભાઇ દાઉદાણી, હારૃનભાઇ શાહમદાર હારૃનભાઇ ગામેતી, મજીદભાઇ સમા, હારૃનભાઇ ગામેતી, રાજકોટ શહેરની તમામ ધમાલ કમિટીઓ, અખાડા કમિટીઓ, તાજીયા કમિટીઓ જોગ જણાવતા રાજકોટ શહેરમાં આજે અને કાલે બંને દિવસ રાજકોટના રાજમાર્ગો ઉપર તાજીયાના ઝુલુસો બે દિવસ ફરવાના હોય આ બંન્ને દિવસના ઝુલુસમાં બે લાખથી વધારે હિન્દુ-મુસ્લિમ સમાજ જોડાતા હોય તેને ધ્યાનમાં રાખીને ધમાલ કમિટીના તમામ સંચાલકો અને રમનારાઓને રાજકોટ શહેર તાજીયા કમિટીના પ્રમુખ આસીફભાઇ સલોત અપીલ કરેલ છે કે તાજીયાની પાછળ ખળીચોકીની માનતા રાખનારા ઉઘાડા પગે ચાલતા હોય છે અને રોડની બંન્ને બાજુ તાજીયા જોનારા લોકો લાખોની સંખ્યામાં ઉભા હોય છે જેથી ધમાલ કમિટીવાળાઓ કાચની ટયુબ લાઇટો ફોડીને જે દાવપેચ રમતા હોય છે અને રોડ ઉપર કાચની સોડાબોટલો ફોડીને દાવપેચ રમતા હોય છે જેથી તાજીયાની પાછળ ખડીચોકી કરનારા  લોકોના પગમાં આ કાચ લાગતા હોય છે અને ટયુબ લાઇટો ફોડતા હોય છે ત્યારે તેમા રહેલી ઝેરી ભુકીઓ તાજીયા જોનાર લોકોની આંખમાં જાય છે જેથી આ બન્ને ન રમવા વિનંતી છે અને રાજકોટ શહેરમાં બનતા તાજીયાઓના આગળના ભાગમાં તાજીયાના નંબર અને કયા વિસ્તારનો તાજીયા છે તે લખેલા બોર્ડ મારવા ફરજીયાત છે જેથી કોઇ અવ્યવસ્થા ન સર્જાય.

રાજકોટ શહેરમાં બન્ને દિવસ તાજીયાની ઝુલુસની વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા આસીફભાઇ સલોત (મો. ૯૮૨૫૦ ૭૮૬૦૯), ઇલુભાઇ સમા, રજાકભાઇ જામનગરી, મકબુલભાઇ દાઉદાણી, ઇલુભાઇ સમા, રજાકભાઇ જામનગરી, હારૃનભાઇ શાહમદાર, વાહીદભાઇ સમા, મજીદભાઇ સમા, જાહીદભાઇ દલ, અબ્દુલભાઇ ખુરશીવાળા, હારૃનભાઇ ગામેતી, મોહસીનભાઇ ભાવર, અફઝલભાઇ દાઉદાણી, રાજુભાઇ માવતર, ઇબ્રાહીમભાઇ મેતર, ઇમ્તીયાઝ ભાઇ દાઉદાણી, મહેબુબભાઇ રાઉમા, હનીફભાઇ માડકીયા, વાહીદભાઇ રાઉમા, આબીદભાઇ ગનીભાઇ ઓડીયા, રાજુભાઇ દલવાણી, સરફરાઝભાઇ દલવાણી, મુસ્તાકભાઇ મહંમદભાઇ સુમરા, મુનાભાઇ સુમરા, નીજામભાઇ હોથી, સોહીલભાઇ કાબરા, બાદલભાઇ બેલીમ, તોફીકભાઇ સમા, એહજાદભાઇ શેખ, ઇર્શાદભાઇ લાસાણી, રમઝાનભાઇ રાઉમા, મોહસીનભાઇ બેલીમ, એહજાદભાઇ માજોઠી વગેરે શહેર તાજીયા કમિટી જહેમત ઉઠાવી રહી છે.(૧.૨૬)

(3:58 pm IST)