રાજકોટ
News of Thursday, 20th September 2018

કોર્પોરેશન દ્વારા સ્વર્ણીમ જયંતી ગ્રાન્ટ હેઠળ બે અબજના વિકાસ કામો

સોરઠીયા વાડી ઓવરબ્રીજ, લક્ષ્મીનગર નાલાએ અંડરબ્રીજ, જામનગર રોડ સાંઢીયા પુલ પહોળો કરવો, રસ્તાઓ, ફુટપાથ, નાલા-પુલીયા, કોમ્યુનીટી હોલ, મશીન ખરીદી, સ્મશાનનું નિર્માણ, બગીચાઓ સહિતના કુલ ૮૬ જેટલા વિકાસકામો માટે ર૦૬ કરોડનો એકશન પ્લાન મંજુર કરતી સ્ટેન્ડીંગ કમીટી : કમીટીમાં એજન્ડાની ૩૦ દરખાસ્તો અને ૩ અરજન્ટ દરખાસ્તો સહીત કુલ ૨૨૨ કરોડના કામો મંજુર

રાજકોટ, તા., ૨૦: આજે મળેલી મ્યુનીસીપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીએ વર્ષ ર૦૧૮-૧૯ માટે રાજય સરકારની સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ હેઠળ કુલ ૮૬ જેટલા વિવિધ વિકાસકામો માટે ર૦૬ કરોડનો એકશન પ્લાન મંજુર કર્યો હતો.

આ એકશન પ્લાનમાં ભૌતીક આંતર માળખાકીય સુવિધાઓ જેવી કે વાવડી ગામમાં મેટલીંગ પેવર રોડ, કોઠારીયા વિસ્તારમાં નવો પુલ બનાવવો. ન્યારી-૧ ડેમ ખાતે સ્પીલ વે બનાવવો, ગ્રેનેડ પંમ્પીંગ સ્ટેશનની મશીનરી,  ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર સ્ટોમ મોટર ડ્રેનેજ, યાજ્ઞીક રોડ વિસ્તારમાં પેવીંગ બ્લોક સહિતના ૩૬ જેટલા વિકાસકામો માટે પ૩.પર લાખનો એકશન પ્લાન બનાવાયો છે.

જયારે સામાજીક આંતર માળખાકીય  સુવિધા માટે વોર્ડ નં. ૧૦માં નવો કોમ્યુનીટી હોલ બનાવવા, ૮૦ ફુટ રોડ ઉપર એલઇડી લાઇટીંગ, હાઇડ્રોલીક મશીન ખરીદી, પેડક રોડ પર જીમ્નેશીયમ, આંબંડકર નગરમાં કોમ્યુનીટી હોલ, રૈયાધાર પર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કોઠારીયા ગામમાં વિદ્યૃત સ્મશાન સહિતના કુલ ર૯ વિકાસકામો માટે ૬૯.૮૯ લાખનો પ્લાન.

આ ઉપરાંત અર્બન મોબીલીટી માટે સોરઠીયા ચોકમાં બ્રીજ માટે કન્સલ્ટન્ટ નિમણુંક, કાલાવડ રોડ ઉપર ગાયત્રી મંદિર પાસે પેડસ્ટલ બ્રીજ, લશ્મીનગર નાલામાં અંડરબ્રીજ, જામનગર રોડ સાંઢીયા પુલને પહોળો બનાવવા સહિત કુલ ૫૯.૭૧ લાખનો એકશન પ્લાન આ ઉપરાંત મુખ્યમંત્રી સડક યોજના હેઠળ કુલ ૬ જેટલા વિકાસકામો સહિત સ્વર્ણીક જયંતી હેઠળ કુલ ર૦૬ કરોડના કામોનો એકશન પ્લાન મંજુર કરાયો હતો તેમ ચેરમેન ઉયભાઇ કાનગેડે જણાવ્યું હતું. આ ઉપરાંત આજની કમીટીમાં કુલ ૩૦ જેટલા અન્ય વિકાસ કામો મળી કુલ રરર કરોડના કામોને લીલીઝંડી અપાઇ હતી. જેમાં રસ્તા કામ, ટ્રી ગાર્ડ ખરીદી, વોટર વર્કસ, ટ્રેનેજ સહિતના કામોનો સમાવેશ થાય છે.

(3:57 pm IST)