રાજકોટ
News of Thursday, 20th September 2018

અપનાવવા જેવું કાર્ય : વૃક્ષના થડમાં ગણપતિદાદાની કૃતિ બનાવી : આત્મીયના વિદ્યાર્થીઓ દ્વારા પૂજન

રાજકોટ : આત્મીય યુનિવર્સિટી ખાતે ''વક્રતુંડ મહોત્સવ - ૨૦૧૮'' અંતર્ગત પર્યાવરણની જાગૃતિનો સંદેશ લઈ ''ગ્રીન ગજાનન'' ઈવેન્ટની ઉજવણી કરવામાં આવી. આ ઈવેન્ટમાં ૨૦૦ વિદ્યાર્થીએ ભાગ લઈ વૃક્ષના થડ ઉપર વિવિધ પ્રકારની પર્યાવરણ લક્ષી ગણપતિની કૃતિઓ બનાવવામાં આવી હતી. વક્રતુંડ મહોત્સવ તેમજ આ ઈવેન્ટને સફળ બનાવવા ઈવેન્ટ - મહોત્સવ કો-ઓર્ડીનેટર પ્રો.રાહુલ કાસુંદ્રા અને તેની ટીમ પ્રશાંત લક્કડ, તેજસ રવીયા, મયુરસિંહ જાડેજા, દેવાંગ સરવૈયા, જીમીત રૃપાની વગેરે પ્રોફેસરોએ તથા વિદ્યાર્થી ટીમે જહેમત ઉઠાવી હતી. સિવિલ એન્જીનિયરીંગના હેડ પ્રો. હેમંત સોનકુશરે તથા યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા પ્રો. રાહુલ કાસુંદ્રા અને તેમની ટીમને અભિનંદન પાઠવાયા હતા.(૩૭.૨૨)

 

(3:56 pm IST)