રાજકોટ
News of Thursday, 20th September 2018

રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના ૧૬૧ તબિબી શિક્ષકોની બદલીનો ઘાણવોઃ રાજકોટના ૪૪ સામેલ

રાજકોટ તા. ૨૦: રાજ્યની સરકારી મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતાં ૧૬૧ તબિબી શિક્ષકોની બદલીનો ઘાણવો નીકળ્યો છે. જેમાં રાજકોટની પંડિત દિનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજના ૪૪ પ્રોફેસર, આસી. પ્રોફેસરનો સમાવેશ થાય છે.

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા બદલીના લિસ્ટમાં રાજકોટ મેડિકલ કોલેજ, જામનગર મેડિકલ કોલેજ, ભાવનગર મેડિકલ કોલેજ, વડનગર, સુરત, જુનાગઢ, વડોદરા અને હિમતનગરની મેડિકલ કોલેજોના તબિબી શિક્ષકોનો સમાવેશ થાય છે.

રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ડો. એસ. એ. ગઢવીચારણ, ડો. મનિષ ચક્રવર્તી, ડો. ચંદ્રકાંત કામરીયા, ડો. આશના ડી. શાહ, ડો. રાધેશ્યામ ત્રિવેદી, ડો. જગદીશ દલસાણીયા, ડો. વૈશાલી પંખુડીયા, ડો. મીરા હાંસલીયા, ડો. કાંક્ષા મહેતા, ડો. અનુપમ બેનર્જી, ડો. ભરત ગોહેલ, ડો. મેહુલ આર. પટેલ, ડો. વી. જે. વ્યાસ, ડો. મોૈલિક જેઠવા, ડો. મહેક સૂદ, ડો. વંદના એસ. પરમાર, ડો. ચેતના એ. જાડેજા, ડો. આશુતોષ એમ. વ્યાસ, ડો. ખ્યાતિ વાઘેલા, ડો. એમ. કે. પરિખ, ડો.ડેનીલ સોલંકી, ડો. પી. જે. દુધરેજીયા, ડો. મેઘલ અનડકટ, ડો. મહેશ રાઠોડ, ડો. મેઘાવી બપલ, ડો. હિરેન મકવાણા, ડો. કે.જી. ભટ્ટ, ડો. જીજ્ઞેશ દવે, ડો. સ્વસ્તિક શાંખલા, ડો. કે. ડી. ગોસ્વામી, ડો. નિરલ ગરાલા, ડો. શેતલ પ્રજાપતિ, ડો. સુધીર રાખોલીયા, ડો. પલક હાપાણી, ડો. પરેશ જે. ખાવડુ, ડો. એમ. કે. પટેલ, ડો. કે. જી. વિઠ્ઠલાણી, ડો. નિકુંજ મારૂ, ડો. હિમાંશુ એન. પરમાર તેમજ ડો. ડો. જીગર બરાસરાનો સમાવેશ થાય છે.

(3:14 pm IST)