રાજકોટ
News of Thursday, 20th September 2018

આયર્લેન્ડ બિલ્ડીંગના પાર્કિંગમાંથી હાર્દિક સોની દારૂ સાથે પકડાયો

ક્રાઇમ બ્રાંચે પકડી રૂ. ૪૪૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજકોટ તા. ૨૦: નાના મવા રોડ જીવરાજ પાર્ક પાસે આયર્લેન્ડ સોસાયટી વિંગ-એના પાર્કિંગમાંથી આ બિલ્ડીંગમાં જ ચોથા માળે એ-૪૦૨માં રહેતાં સોની શખ્સ હાર્દિક જયેશભાઇ ધાનક (ઉ.૩૨)ને રૂા. ૧૫૦૦ના ચાર બોટલ દારૂ સાથે ક્રાઇમ બ્રાંચે પકડી લીધો હતો.

પીએસઆઇ બી. ટી. ગોહિલ, હેડકોન્સ. પ્રદિપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા,  પ્રદિપસિંહ ઝાલા, જયદિપસિંહ, વિક્રમભાઇ, જીજ્ઞેશભાઇ સહિતે દરોડો પાડ્યો હતો અને દારૂની બોટલો તેમજ ૧૩ હજારના બે મોબાઇલ ફોન તથા ટ્વીસ્ટર બાઇક જીજે૩ડીએલ-૩૦૦૮ મળી કુલ ૪૪૫૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પકડાયેલા હાર્દિક સોનીને કારખાનુ છે. તે કયાંથી દારૂ લાવ્યો? તે અંગે વધુ તપાસ હેડકોન્સ. પ્રદિપસિંહ જાડેજા ચલાવી રહ્યા છે. (૧૪.૬)

(3:12 pm IST)