રાજકોટ
News of Thursday, 20th September 2018

'રાજકોટ કા રાજા' લોકદરબારમાં કાલે ૫૬ ભોગ : અમરનાથ યાત્રાના દર્શન

રાજકોટ : મધુવન કલબ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ 'રાજકોટ કા રાજા'ની દરરોજ ૧૦૮ ભાગ્યવિધાતા મહાઆરતીમાં ગઈકાલે રાત્રે સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયા, આજકાલ  પરિવારના ધનરાજભાઈ જેઠાણી પરિવાર સાથે શ્રી ચંદ્રેશભાઈ જેઠાણી તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ  શ્રી કમલેશભાઈ મીરાણી તેમના પરિવાર સાથે, ભાજપ વોર્ડ નં. ૭માથી શ્રી કશ્યપભાઈ શુકલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ, કોર્પોરેટર શ્રી ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, મંત્રી શ્રી વિક્ર્મભાઈ પુજારા તથા શ્રી ખોડલધામથી શ્રી રાજાભાઈ પારસાણા, કિશોરભાઇ પાંભર એ ગણપતીજીની ભાગ્ય વિધાતા મહાઆરતીનો લાભ લીધો હતો.

ગઈ કાલે રાત્રે 'રાજકોટ કા રાજા' ના મંચ ઉપરથી જનતાને નામાંકિત કલાકારો દ્વારા હાસ્યનો હલવો પીરસવામાં આવ્યો હતો જેમાં કલાકારો શ્રી મિલનભાઈ ત્રિવેદી, શ્રી જયભાઈ છનીયારા, શ્રી તેજસભાઈ પટેલ દ્વારા પ્રસ્તુત હાસ્ય ના હલવા કાર્યક્રમમાં રાજકોટની જનતા ને હાસ્ય-રસ થી તરબોળ કરી દેવામાં આવેલા. ઉપરાંત આજે રાત્રે રજાઓ કા રાજા 'રાજકોટ કા રાજા'માં પ્રથમ ૧૦૮ ભાગ્યવિધાતા મહાઆરતી ત્યારબાદ શ્રીનાથજીની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવનાર છે, જેમાં શ્રીનાથજીના આઠ એ સમાના દર્શન રાજકોટ ના વૈષ્ણવ ભકતોને કરાવવામાં આવનાર છે. શ્રીનાથજી ની આઠે સામાની ઝાખી નિહારી શકે તે માટે સિનિયર સિટીઝનો બેસી શકે તે માટે ૪૦૦૦ ખુરશી તેમજ ૧૨૦૦૦ ભારતીય બેઠકનું આયોજન પણ 'રાજકોટ કા રાજા' દ્વારા કરવામાં આવેલુ છે.  આ ઉપરાંત આવતીકાલે 'રાજકોટ કા રાજા'ને ૫૬ ભોગ ધરવામાં આવશે તેમજ અમરનાથ બાબાના દર્શન કરવાનું પુણ્યફળ મળે તે માટે સ્પેશિયલ શિવજીના ધામ શ્રી અમરનાથબાબાની ગુફા એવી 'અમરનાથ યાત્રા દર્શન' કરાવવામાં આવનાર છે જેમાં ૩૪૦ ફૂટ લાંબી ગુફા બનાવવામાં આવે છે, ૫૫૧ થી વધુ બરફની લાદી પાથરવામાં આવશે અને માઇનસ ડિગ્રી તાપમાન સાથે બર્ફીલીયાત્રા અને અમરનાથબાબાનાં દર્શનનો લાભ લઈ શકશે.

'રાજકોટ કા રાજા' દ્વારા રોજબરોજ ના અવનવા કાર્યક્રમોની વણઝાર નિહાળવા આયોજક કમિટી દ્વારા આમંત્રણ પાઠવાયુ છે. આયોજન ને સફળ બનાવવા માટે મધુવન કલબના  પ્રમુખ શ્રી આશિષભાઈ વગડિયા, શ્રી રાજભા ઝાલા, શ્રી રાજુભાઇ કીકાણી, શ્રી મહેશભાઇ જરીયા, શ્રી સની જરિયા તેમજ સર્વે કમિટી મેમ્બરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૭.૨૦)

(3:03 pm IST)