રાજકોટ
News of Thursday, 20th September 2018

સોની બજારના તાજીયામાં રાજાશાહીના વખતથી દુલદુલ નં.૧ અને ૨ સૌથી આગળ

મહંમદબાપુ કાદરી- હુશેનબાપુ સુબ્રાતીશાપીર દરગાહના મુંજાવર છે

રાજકોટઃ શહેરમાં રાજાશાહી વખતથી બે દુલ-દુલ ઘોડા મોર્હરમનાં તહેવાર દરમ્યાન તાજીયા જુલુસ સાથે સોની બજારની લાઈન દોરીમાં કાઢવામાં આવે છે. જેમાં દુલ- દુલ નં-૧ અને ૨ જે બધા તાજીયાની આગળ હોય છે.

આ બંને દુલ- દુલને રાજાશાહીમાં રાજકોટ શહેર કાઝી અને ધર્મ ગુરૂના ભાઈઓએ બનાવેલા અને ઈમામ હુશેનના વાહન (સવારી) તરીકે આ દુલ-દુલની ભુમીકા કરબલાના મેદાનમાં રહી હતી. પોતાના પ્રાણ ઈમામ હુશેન માટે નિછાવર કરી પોતાની વફાદારીનું પ્રમાણ આપેલ હતું. જેની યાદમાં આ દુલ- દુલ બનાવાય છે.

દુલ- દુલ નં-૧ આજે શહેર કાઝી સાહેબના ભાઈનાં વસથી બનાવે છે અને દુલ- દુલ નં-૨ બીજા ભાઈ જે અનુયાયી અને ચાહક હતા તેમના વંસજ બનાવે છે. કારણ કે બીજાભાઈને સંતાન ન હતા જેથી તેઓ એ તેમના અનુયાયીને સંતાન દરજજો આપી આ જવાબદારી સોંપી હતી અને આજે એમની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે.

હાલમાં દુલ- દુલ નં-૧ જે મહંમદબાપુ કાદરી બનાવે છે અને દુલ- દુલ નં-૨ હુશેનબાપુ મુંજાવર જે સુબ્રાતીશાપીરની દરગાહના મુજાવર પણ છે અને સોની બજારમાં આવેલ ગેબી પીરની દરગાહ પણ સંભાળે છે અને સાથો સાથ અનેક ધાર્મિક તથા લોકસેવાના કાર્યમાં પણ અગ્રેસર રહે છે. આ ધાર્મિક પરંપરા સંભાળીને તેઓએ પોતાની વડીલો અને ધર્મગુરૂનું માન- સન્માન જાળવી રાખેલ છે અને ઈકબાલબાપુ કાદરીએ પોતાની સેવા સાથે હુશેનબાપુને સર્મથન આપી કુટુંબની મર્યાદા જાળવી છે. એમ ઈકબાલબાપુ કાદરી (મો.૯૬૬૨૮ ૮૩૩૨૧)ની યાદી માં જણાવેલ છે.

(2:53 pm IST)