રાજકોટ
News of Thursday, 20th September 2018

'માંના સથવારે': મહિલા મિલન કલબ દ્વારા એક દિવસીય રાસોત્સવઃ બાલભવનનું મેદાન ધ્રુજાવાશે

બાળકો અને મહિલાઓ માટે પારિવારિક આયોજનઃ શનિ-રવિ પાસ વિતરણ

રાજકોટ તા. ૧૮: મહિલા મિલન કલબ દ્વારા નવરાત્રી નિમિતે ''માં ના સથવારે-ર૦૧૮'' શીર્ષક તળે રાસોત્સવ તા. ર૦-૧૦-ર૦૧૮ શનિવારના દિવસે બાલભવનના નરભેરામ ગ્રાઉન્ડના પટાંગણમાં સાંજના ૪-૩૦ કલાકે યોજેલ છે. પોલીસ કમિશ્નરશ્રી અગ્રવાલ દાતાશ્રીઓ, મહાજનના હોદેદારો બાલભવનના હોદેદારો સમાજ શ્રેષ્ઠીઓ તમામની ઉપસ્થિતિમાં માં જગદંબાની મહાઆરતી કરી પ્રોગ્રામને ખુલ્લો મુકવામાં આવશે.

બાળકો અને બહેનો, માટે દાંડિયા રાસનું પારીવારીક આયોજન કરવામાં આવેલ છે. જેમાં જુદી જુદી વયજુથના ગૃપમાં સ્પર્ધા રાખવામાં આવેલ છે.

ગૃપ-૧ માં પ થી ૧૦ વર્ષના મેમ્બર બાળકો ગૃપ-ર માં ૧૧ થી ૧૬ વર્ષના મેમ્બર બાળકો તથા ગૃપ-૩ માં પ થી ૧પ વર્ષ ગેસ્ટ બાળકો ગૃપ-૪ માં ૧૭ થી ૩પ વર્ષની ઉંમરના મેમ્બર બહેનો તેમજ ગૃપ-પ માં ૩૬ થી પ૦ વર્ષના મેમ્બર બહેનો તથા ગૃપ-૬ માં પ૧ થી ઉપરની ઉંમરના મેમ્બર બહેનો ભાગ લઇ શકશે. તેમજ ગૃપ-૭ માં ૧૭ થી ૪૦ વર્ષની ઉંમરના ગેસ્ટ બહેનો તથા ગૃપ-૮ માં ૪૧ વર્ષથી ઉપરની ઉંમરના કોઇપણ ગેસ્ટ બહેનો ભાગ લઇ શકશે.

આ સંસ્થાનું મુખ્ય આકર્ષણ સભ્ય બહેનોને તો પાસની સાથે લાણી આપવામાં આવે છે જ પરંતુ ગેસ્ટ બહેનો-બાળકોને પણ પાસની સાથે વહેલા તે પહેલાના ધોરણે લાણી આપવામાં આવશે.

પ વર્ષથી ૭૦ વર્ષ સુધીના તમામ ખેલૈયાઓ સુંદર રીતે કલાત્મક પરિધાન વસ્ત્રોમાં તેઓની કલા-સંસ્કૃતિને મુકત મને બાલભવનના નરભેરામ ગ્રાઉન્૯માં ખુશીથી રાસોત્સવને માણી શકશે.

માં ના સથવારે ના ખેલૈયા-વિજેતાઓને મહિલા મિલન કલબ દ્વારા આકર્ષક ગીફટ-પુરસ્કાર આપી નવાજવામાં આવશે.

બેસ્ટ પરફોર્મન્સમાં બાળકોને પ્રિન્સ-પ્રિન્સેસ બિરૂદ તથા બેસ્ટ વેલડ્રેસ પ્રિન્સ-પ્રિન્સેસ બિરૂદ અપાશે. તેમજ દરેક ગૃપમાં બહેનોને પણ પ્રિન્સેસ બનાવી ઇનામો અર્પણ કરવામાં આવશે.

આ રાસોત્સવના પાસ તથા લાણીનું વિતરણ લોહાણા મહાજન વાડી કાલાવાડ રોડ ખાતે તા. રર, ર૩/૯/ર૦૧૮ ને શનિવાર-રવિવારના સાંજના ૪-૩૦ થી ૬-૩૦ વાગ્યા સુધી કરવામાં આવશે. તમામ બાળકો તથા સભ્ય બહેનો તેમજ ગેસ્ટ બહેનોએ પોતાના પાસ લોહાણા મહાજન વાડી કાલાવાડ રોડ ખતેથી હોદેદારો પાસેથી તથા રીટાબેન જોબનપુત્રા-કોટકના નિવાસ સ્થાનેથી તથા સંસ્થાના હોદેદારો-કારોબારી સભ્યો પાસેથી મેળવી શકશે.

કાર્યક્રમને સફળ બનાવવા મહિલા મિલન કલબના પ્રમુખ રીટાબેન કોટક-૯૪ર૭૪ ૩૮૧૧૭ ઉપપ્રમુખ રંજનબેન પોપટ-૯૪ર૭૭રપરપ૩ મંત્રી ભાવનાબેન શિંગાળા-૯૮રપ૯૯૩૪પપ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ જયોતિબેન ગણાત્રા, લતાબેન રાયચુરા, જયોત્સ્નાબેન માણેક, મંજુબેન તન્ના, અનિતાબેન કેસરીયા, પલ્લવીબેન પોપટ, સ્મીતાબેન તન્ના, રેખાબેન રાયચુરા, દક્ષાબેન વસાણી, સ્વીટુબેન પોપટ, રૂપાબેન ભીમજીયાણી, પ્રીતીબેન તન્ના વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ મહિલા મિલન કલબના પ્રમુખ રીટાબેન કોટકની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(2:50 pm IST)