રાજકોટ
News of Thursday, 20th September 2018

દ્વારકા સ્ટેશન ખાતે એકઝીકયૂટિવ લોન્જ કમ ઙ્ગપ્રવાસી સુવિધા કેન્દ્રનું ભૂમિપૂજન

 રાજકોટ તા.૨૦: પશ્યિમ રેલવેના રાજકોટ ડિવિઝનના દ્વારકા સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નં. ૧ પર બનાવવામાં આવી રહેલ એકઝીકયૂટિવ લોન્જ કમ પ્રવાસી સુવિધા કેન્દ્રનું ભૂમિપૂજન માનનીય સાંસદ શ્રીમતી પૂનમ બેન માડમ દ્વારા કરવામાં આવ્યું. અત્રે એ નોંધપાત્ર છે કે ટૂરિઝન કોર્પોરેશન ઓફ ગુજરાત યૂનિટે (ટીસીજીએલ)ના સહયોગથી ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના સંકલનમાં આ એકઝીકયૂટિવ લોન્જ કમ પ્રવાસી સુવિધા કેન્દ્રનું નિર્માણ અંદાજે રૂ. ૨.૨૮ કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. જેનો ખર્ચ ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા કરવામાં આવશે અને આ કામગીરી પૂરી થયાં પછી આ લોન્જનું સંચાલન ભારતીય રેલવેના ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા કરવામાં આવશે. ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી પી.બી. નિનાવેએ આ પ્રસંગે જણાવ્યું કે, આ એકઝીકયુટિવ લોન્જ કમ પ્રવાસી સુવિધા કેન્દ્રના પ્રારંભથી દ્વારકા આવનાર પ્રવાસીઓને આધુનિક બેઠક વ્યવસ્થા ટૂરિસ્ટ હેલ્પ ડેસ્ક, જમવાની સુવિધા, વોટર વેડિંગ મશીન, મહિલા, પુરૂષ તથા દિવ્યાંગો માટે અલગ બાથરૂમની વ્યવસ્થા, વાઈફાઈ સુવિધા મળશે તથા ૭ એસી રિટાયરિંગ રૂમ પણ બનાવામાં આવશે. જેશી પ્રવાસીઓને લાભ મળશે. તેમણે જણાવ્યું કે પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રહીને દ્વારકા સ્ટેશન ખાતે બનનારી આ એકઝીકયુટીવ લોંઉજમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

શ્રી નિનાવેએ માનનીય સાંસદ શ્રીમતી પૂનમબેન માડમને તેમના વિસ્તારની રેલવે સુવિધાઓ વધારવામાં કરવામાં આવી રહેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર વરિષ્ઠ એન્જીનીયર (સમનવય) શ્રી ધીરજ કુમાર, ડિવિઝનલ એન્જિીનયર ઇન્દ્રજીત કૌશિક સહિત સિનિયર અધિકારીઓ, કર્મચારીઓ તથા વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં બધા જ ઉપસ્થિત અતિથીઓનો વરિષ્ઠ ડિવિઝનલ મેનેજર શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવ દ્વારા ધન્યવાદ કરવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન મુખ્ય જનસંપર્ક નિરીક્ષક શ્રી વિવેક તિવારી કર્યું હતું.

(2:50 pm IST)