રાજકોટ
News of Tuesday, 20th August 2019

એન્જીનીયર વેલ્યર સામે ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરીયાદઃ આરોપીને સમન્સ

રાજકોટ તા.૨૦: એનજીનીયર વેલ્યર સામે કોર્ટમાં ચેક રીર્ટનની થયેલ ફરીયાદના અનુસંધાને કોર્ટે આરોપી સામે સમન્સ કાઢેલ છે.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી શૈલેષભાઇ નારણદાસ આડતીયા ૧૫૦ ફુટ રીંગ રોડ, મોદી સ્કુલની સામેની શેરી, ઉત્સવ એપાર્ટમેન્ટ, ફલેટ નં.૩૦૯, ત્રીજો માળ, રાજકોટમાં રહીયે છીએ અને વેપાર કરીએ છે આરોપી બાબુલાલ આંબાલાલ ઉધરેજા વેલ્યુઅર એન્જીનીયરનું કામકાજ કરે છે. અને એકબીજાનુ મળવાનુ થતુ હોવાથી એકબીજાને સારી રીતે ઓળખીયે છીએ. ફરીયાદી સાથે મિત્રતાના તેમજ સંબંધ હોવાથી બાબુલાલ આંબાલાલ ઉધરેજાના પુત્રને શેરબજારમાં ધંધાના હેતુ માટે રકમની જરૂરીયાત હોવાથી ફરીયાદી પાસે આઠેક મહીના પહેલા રૂ.૮,૨૫,૦૦૦ અંકે રૂપીયા આઠ લાખ પચ્ચીસ હજાર પુરા હાથ ઉછીની રકમની માંગણી કરતા.

ત્યાર બાદ મુદત પુરી થતા રકમની માંગણી કરતા આરોપીએ ફરીયાદીને ચેક ધ કો-ઓપરેટીવ બેંક ઓફ રાજકોટ ગાંધીગ્રામ શાખાનો પર્સનલ ચેક આપવાના બદલે પેટકોન કન્સલ્ટન્સીના પ્રોપરાઇટર દરજજેનો ચેક આપેલ આપેલ જે પરત આવેલ જેથી ફરીયાદીએ આરોપીને તે અંગેની જાણ કરેલ હતી.

ફરીયાદીએ કાયદા મુજબની નોટીસ મોકલાવેલ પરંતુ નોટીસનો કોઇ જવાબ મોકલેલ નથી કે ઉછીની લીધેલ રકમ ચુકવી નહી કે ચુકવવાની દરકાર પણ કરેલ નથી. જેથી ફરીયાદી શૈલેષભાઇ નારણભાઇ આડતીયાએ કોર્ટમાં સદરહું ચેક રીટર્ન અંગેની આરોપી શ્રી બાબુલાલ આંબાલાલ ઉઘરેજા ઠાકોર સામે ફરીયાદ કરેલ છે.

આ ફરીયાદીના અનુસંધાને અદાલતે ફરીયાદ રજીસ્ટરે લઇ આરોપી શ્રી બાબુલાલ આંબાલાલ ઉઘરેજા સામે સમન્સ ઇશ્યુ કરવાનો હુકમ કરેલ છે. આ કામમાં ફરીયાદી બાબુલાલ આંબાલલ ઉઘરેજા વતી રાજકોટના એડવોકેટ શ્રી રાકેશ ટી.કોઠીયા, નમીતા આર. કોઠીયા, નિશાંત ગોસ્વામી, શૈલેષ મુંગલપરા, તથા ભાવિક મેતા રોકાયેલા હતા.

(4:19 pm IST)