રાજકોટ
News of Tuesday, 20th August 2019

વોટરપોલો નેશનલ ચેમ્પિયનશીપ માટે ગુજરાતની ટીમનું સીલેકશન રાજકોટમાં

૩૦ ઓગષ્ટથી ૪ સપ્ટેમ્બર સુધી ભોપાલ ખાતે રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાઃ રાજકોટમાં ૧૬થી ૧૭ ઓગષ્ટ સુધી રાજયની ટીમની પસંદગી :રાજ્ય કહાની સ્પર્ધામાં રાજકોટ ચેમ્પિયનઃ શુભેચ્છા પાઠવતા પદાધિકારીઓ

રાજકોટ,તા.૨૦: રાષ્ટ્રીય કક્ષાની વોટરપોલોની  સ્પર્ધા  ભોપાલ ખાતે તા.૩૦ ઓગસ્ટ થી  ૦૪ સપ્ટેમ્બર સુધી યોજાનાર છે. આ ચેમ્પિયનશીપમાં ગુજરાતની ટીમ ભાગ લેનાર છે. ગુજરાતની ટીમનું સિલેકશન તા.૧૬ થી ૨૭ ઓગષ્ટ  દરમ્યાન થનાર છે. ગુજરાતની વોટરપોલો ટીમની સિલેકશનમાં ભાગ લેનાર રાજકોટ તથા ગુજરાતમાંથી આવેલ સ્પર્ધકોને મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, દંડક અજયભાઈ પરમારએ, ભોપાલ ખાતે યોજાનાર ચેમ્પિયનશીપમાં વિજેતા બની રાજકોટ શહેર અને ગુજરાત રાજયનું નામ રોશન કરવા શુભેચ્છા પાઠવેલ હતી.

ગુજરાતની વોટરપોલો ટીમના સિલેકશન માટે રાજકોટ ડીસ્ટ્રીક સ્વીમિંગ એસોસીએશનનાં સેક્રેટરી તથા રેસકોર્ષ સ્નાનાગારનાં સંચાલક બંકિમ જોષી, સ્વીમિંગનાં કોચ નિમિશ ભારદ્વાજ, જય લોઢીયા, સાગર કક્કડ વિગેરે જેહમત ઉઠાવી રહેલ.

અગાઉ ૩ અને ૪ ઓગષ્ટ ૨૦૧૯નાં અમદાવાદ ખાતે યોજવામાં આવેલ સ્ટેટ કક્ષાની સ્પર્ધામાં રાજકોટની વોટરપોલો ટીમ ચેમ્પિયન થયેલ. રાજકોટની વોટરપોલો ટીમ સતત ૮ વર્ષથી ચેમ્પિયન રહે છે. તેમ સ્નાનાગાર સંચાલકએ જણાવેલ.

(4:10 pm IST)