રાજકોટ
News of Tuesday, 20th August 2019

મહિલા જાગૃતિને વાચા આપતી ગુજરાતી ફિલ્મ ''તપ''નું મુર્હુત

રાજકોટ,તા.૨૦: મહિલા જાગૃતિ અભિયાન તેમજ સામાજિક વ્યવસ્થાને વાચા આપતી માતૃભાષાની ફિલ્મ ''તપ'' ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે દિપપ્રાગટ્યવિધિ કરવામાં આવેલ.

આ તકે પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયાએ રાજકોટના કલાકારોને બીરદાવ્યા હતાં. કાર્યક્રમના સંયોજક હિતેન્દ્રભાઈ પટેલ (બજરંગભાઈ) (નિર્માતા- બિલ્ડર્સ, સુરેન્દ્રનગર) તથા કાર્યકારી નિર્માતા ઉપેન્દ્રભાઈ મારૂ (ઉપપ્રમુખ બીજેપી- સુરેન્દ્રનગર)એ પ્રાસંગીક ઉદ્બોધન કરી મહેમાનોને આવકારેલ.

કાર્યક્રમના મંચ ઉપર ગૌરવ પુરસ્કૃત શ્રીમતી આવૃતિબેન નાણાવટી, શ્રીમતી ડો.દમયંતિબેન ગણાત્રા, સંગીતકાર મનોજ વિમલ, ગાયક- સોનલ ગઢવી, આસિફ જેરીયા, નિધી ધોળકીયા, ભાસ્કર શુકલ, ગીતકારઃ દિલીપ જોષી, ભુષિત શુકલ, જય ડોડીયા, પટકથા સંવાદઃ સંજય ગોહિલ, અમદાવાદથી ફિલ્મ કલાકારો પરિક્ષિતકુમાર, નીરાલી જોષી, રાજકોટના વૃંદા નથવાણી, અતિથિ વિશેષઃ રમેશભાઈ ટમાલીયા, વિજયભાઈ કારીયા સહિતના એ હાજરી આપી હતી.

મહેમાનોનું સ્વાગત શ્રીમતી પુષ્પાબેન ડોડીયા, ભાવેશ આચાર્ય, જુશબભાઈ પરમાર, જાવેદ જુનેજાએ કર્યું હતું. બજરંગ મુવીઝ નિર્માણાધીન ''તપ'' ફિલ્મના દિગ્દર્શકઃ અઝીઝ ઈબ્રાહીમ છે તથા સંગીતકાર મનોજ વિમલ તથા ડીઓપી સોહિલ ઠકકર છે.

કાર્યક્રમનું સંચાલન, સંકલન જાણીતા ઉદ્ઘોષક જયંતભાઈ જોષી તથા પલ્લવીબેન વ્યાસે સંભાળ્યુ હતું. નિર્માણ વ્યવસ્થાઃ જાવેદ અઝીઝ તથા કબીરએ સંભાળી હતી.

(4:09 pm IST)