રાજકોટ
News of Tuesday, 20th August 2019

શ્રી મેલડી માતાજી એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગાયત્રીબા વાઘેલા દ્વારા ૪ હજાર બાળકોને ચોપડાનું વિતરણ

વોર્ડ નં. ૩ ની ૧૧ સરકારી શાળાઓના તેજસ્વી તારલાઓનો સત્કાર સમારોહ યોજાયો

રાજકોટ તા. ૧૯ :.. મ્યુ. કોર્પોરેશનનાં પુર્વ વિરોધ પક્ષના તેના શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા અને તેમના પારિવારિક ટ્રસ્ટ શ્રી મેલડી માતાજી એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં સંયુકત પ્રયાસનાં ભાગરૂપે રાજકોટ શહેરનાં વોર્ડ નં. ૩ માં આવેલ મ.ન.પા. સંચાલિત ૧૦ પ્રાથમિક શાળાઓ અને અન્ય ર હાઇસ્કુલો સહિત બાર શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં દરેક ધોરણમાં (કલાસમાં) ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનાર ૪૦૦ બાળકોને પ્રમાણપત્ર, ડ્રોઇંગ કીટ, કંપાસ બોકસ, પેડ અને પાંચ ફુલસ્કેપનાં ચોપડાઓનો સેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ સમગ્ર વિસ્તારની મ.ન.પા. સંચાલિત શાાળાઓ અને પછાત વિસ્તાર રઘુનંદન, પોપટપરા, ઝાંસીવાળી રાણી ટાઉનશીપ સહિતનાં પછાત વિસ્તારમાં ૪૦૦૦ બાળકોને ર૦,૦૦૦ ફુલસ્કેપ ચોપડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રતિ વર્ષની જેમ ગાયત્રીબા વાઘેલા દ્વારા સતત સાતમાં વર્ષે તા. ૧ ઓગષ્ટથી લઇ ૧૪ ઓગસ્ટ સુધી ઓગસ્ટ ક્રાંતિ દિવસો તરીકે ઉજવણી કરી આ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.

ગાયત્રીબા વાઘેલા દ્વારા પોતાનાં વકતવ્યમાં બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવી જાગતાં સપનાઓ જોઇ શિક્ષણ દ્વારા આ સપનાઓ પુર્ણ કરવા અને રાષ્ટ્રનાં સાચા નાગરીક બનવા અને જીવનમાં માતા-પિતા અને ગુરૂનો આદર કરવાની શીખ આપી હતી.

આ કાર્યક્રમમં ઉપસ્થિત મ્યુ. કમિ. બંછાનીધી, , મ્યુ. કોર્પો. નાં વિરોધ પક્ષનાં નેતા વશરામભાઇ સાગઠીયા, જામનગર મ.ન.પા.નાં વિરોધ પક્ષનાં નેતા અલ્તાફભાઇ ખેફી, ઓમશાંતિ ગાયકવાડી સેન્ટરનાં જોષનાદીદી અને પરેશભાઇ વ્યાસ, નવજીવન આશ્રમનાં અનિતા સીસ્ટર અને જીવલેતા સીસ્ટર, નારાયણ સેવા સંસ્થાનનાં તરૂણભાઇ અને ગીરજાબેન જામનગર જી. જી. સી. આઇ. નાં પ્રમુખ અને ગુ. પ્ર. મ. કોંગ્રેસનાં મંત્રી સહારાબેન મકવાણા, કોર્પોરેટર દીલીપભાઇ આસવાણી, જંકશન વેપારી એસો. આગેવાન અને વોર્ડ પ્રમુખ ગૌરવભાઇ પુજારા, પ્ર.નગર પોલીસ સ્ટેશનનાં પી. એસ. આઇ. હાથલિયા સાહેબ, વિગેરે ઉપસ્થિત રહી પોતાનું વકતવ્ય આપી બાળકોને અને વાલીઓને પ્રોત્સાહીત કર્યા હતાં.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મેલડી માતાજી એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ અશોકસિંહ વાઘેલાનાં માર્ગદર્શન નીચે વિસ્તારનાં સ્થાનીક આગેવાનો, લઘુમતિ સેલનાં ચેરમેન યુનુસભાઇ (લકી) અન્ય આગેવાનો શૈલેષભાઇ દલવાડીયા, સહદેવસિંહ વાઘેલા, ખેમચંદભાઇ, મહીપાણી, દિલીપભાઇ ચાવલા, દક્ષાબેન, જરીનાબેન યુસુફભાઇ, રૂકસાનાબેન, લાલાભાઇ બારૈયા, મિલનભાઇ પરમાર, મનુભાઇ કોટક, ભરતભાઇ મકવાણા, ભરતભાઇ, મિલનભાઇ રાઠોડ, નાથાભાઇ આંબલીયા, શૈલેષ સીતાપરા, સિધ્ધરાજસિંહ જાડેજા, અમીતભાઇ પડીયા, શારદાબેન ચાવલા, કેતનભાઇ દેગામા, રીઝવાનાબેન હીરલબેન રાઠોડ, નરસિંહભાઇ, યુનુસભાઇ (જયહિન્દ હોટલ), ખમીશાભાઇ, અબ્બાસભાઇ, પ્રફુલ્લભાઇ, રાજકોટ બાર એસો. નાં મંત્રી જીજ્ઞેશ જોષી, જામનગર મ.ન.પા.ના કોર્પોરેટરો દેવસીભાઇ આહીર, આનંદભાઇ રાઠોડ, સાજિદભાઇ બ્લોચ, ઋષિરાજસિંહ ચુડાસમા, મનસુખભાઇ અમૃતીયાસાહેબ (નિવૃત આચાર્ય), વગેરે જહેમત ઉઠાવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(3:12 pm IST)