રાજકોટ
News of Tuesday, 20th August 2019

બેંક ઓફ બરોડા દ્વારા પરામર્શ બેઠક

જાહેર ક્ષેત્રે દેશની દ્વીતીય કક્ષાની સૌથી મોટી બેંક બેંક ઓફ બરોડા દ્વારા તાજેતરમાં પરામર્શ બેઠક યોજવામાં આવતા રાજકોટ ક્ષેત્રની બધી જ શાખાઓએ ભાગ લઇ તેમના પ્રદર્શનનું મુલ્યાંકન કર્યુ હતુ. ભવિષ્યની વ્યુહ રચના અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બે દિવસીય આ બેઠકનું ઉદ્દઘાટન રાજકોટ ઝોનના ઝોનલ હેડ સંજીવ ડાભોલના હસ્તે કરાયુ હતુ. રાજકોટ રીજીયનના ક્ષેત્રીય પ્રમુખ સંજય ગુપ્તા તથા અન્ય મહાનુભાવો અને વિવિધ બ્રાંચના મેનેજરોએ ઉપસ્થિત રહી મંતવ્યો રજુ કર્યા હતા. અહીં સુચવાયેલ ઉપાયો પર પહોંચવા માટેનો વિચાર વિમર્શ બોટમ્સ-અપ પ્રક્રિયા હેઠળ કરવામાં આવ્યો હતો.  આંતરીક તથા આંતર - બેંક પ્રદર્શનની તુલના કરીને આગળ ઉપર એસએલબીસી/રાજયકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ અંતિમ વિમર્શ દ્વારા જાહેર ક્ષેત્રની સઘળી બેંકોમાં તેનું અમલીકરણ કરવામાં આવશે. તેમ બેંકના ક્ષેત્રિય પ્રમુખ સંજય ગુપ્તાની યાદીમાં જણાવાયુ છે.

(3:11 pm IST)