રાજકોટ
News of Tuesday, 20th August 2019

બાળકોમાં હેડ એન્ડ માઉથનો રોગચાળો અટકાવવા મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા

બાળકોને એચ.એફ.એમ.ડી. વાયરસથી મોઢામાં ચાંદા હથેળી અને પગના તળિયામાં ફોડલા પડવા તે ચેપીરોગ છે : રોગને અટકાવવા બાળકોને ૭ દિવસ સુધી બહાર ન મોકલવા

રાજકોટ, તા. ૧૯ : એચ.એફ.એમ.ડી. નામના વાઇરસથી બાળકોમાં ઝડપથી ફેલાતા હેડ એન્ડ માઉથ નામના રોગચાળાને અટકાવવા મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તકેદારીના પગલા લેવા માર્ગદર્શિકા જાહેર કરી છ જે આ મુજબ છે.

આ વાઇરસથી થતો સામાન્ય રીતે નાના બાળકોમાં થતો રોગ છે જેમાં દર્દીને હથેળી તથા પગના તળીયામાં ફોલીઓ થાય છે તથા મોઢામાં ચાંદા પડે છે.

રોગના ચિન્હો

 પ્રાથમિક તબકકામાં સામાન્ય તાવ આવ્યા બાદ શરીરમાં નબળાઇ ૧ થી ર દિવસ રહે છે.

 ભુખ ન લાગવી તેમજ ગળું સુકાઇ જવું તથા બળતરા

 ત્રીજા દિવસથી શરીર પર ફોલ્લીઓ થાય છે.

 બાદમાં ર થી ૩ મી. મી. ફોલ્લીઓ હથળેી પગના તળીયા તથા મોઢામાં થાય છે. જે ફોલ્લામાં પાણી ભરાય છે. જેમાંથી નાનું ઘારવું થઇ શકે છે.

 અમુક કિસ્સામાં નિતંબ તથા સાલ જેવા અન્ય ભાગ પર પણ ફોલ્લીઓ થાય છે.

 મોઢામાં, પેઢા, જીભ તથા ગલોફામાં ફોલ્લાઓ થાય છે.

 શરીર તૂટવુ તથા સતત ઊંઘ આવવી.

 ઠંડા પ્રવાહી પીવાની ઇચ્છા થવી.

રોગનો ફેલાવો

 આ રોગ કોકસા વાઇરસથી ફેલાઇ છે.

 આ વાઇરલ રોગ ખુબ જ ચેપી અને ઝડપથી ફેલાઇ છે.

 ચેપગ્રસ્ત દર્દીનાં થુંક, છીંક, ઝાડો તથા ફોલ્લાઓનાં પ્રવાહીનાં સંસર્ગમાં આવવાથી ફેલાઇ છે.

 ચેપગ્રસ્ત દર્દીનાં છીંક, લાળ, કે ફોલ્લાઓનાં પ્રવાહીનાં સંસર્ગમાં આવેલ કોઇપણ વસ્તુ જેવા કે રમકડા, સ્કુલ બેંચ, દરવાજો, ચેપગ્રસ્ત સાથે સ્પર્શ વિગેરેથી ફેલાઇ છે.

 ચેપગ્રસ્ત દર્દી એક અઠવાડીયા સુધી ચેપ ફેલાવી શકે છે.

રોગ કોને અને કયારે થાય છે

 સામાન્ય રીતે બાળક ચાલતા શીખેથી ૧૦ વર્ષ સુધી ઉમરના બાળકોમાં થાય છે.

 પ્લે હાઉસ પ્રીસ્કુલ બાળકોમાં વિશેષ પ્રમાણમં જોવા મળે છે.

 ચોમાસાની ઋતુમાં જે જગ્યાએ સ્વચ્છતાનો અભાવ તથા બિન આરોગ્યપ્રદ વાતાવરણમાં ફેલાવો વધે છે. ચેપગ્રસ્ત દર્દીના થુંક, છીંક,તથા ફોલ્લાઓના પ્રવાહી તથા ઝાડા વાટે ચેપ લાગ્યાના દિવસથી સાત દિવસ સુધી રોગોનો ફેલાવો થાય છે. જેમને આ રોગનો ચેપ લાગે છે તેમનામાં એક થી ત્રણ દિવસમાં તાવ, નબળાઇ,ના ચિન્હો ચાલુ થાય છે. સામાન્ય રીતે ૫૦%ને ચેપ લાગવા છતાં રોગ સ્વરૂપે દેખાતો નથી. ચેપ લાગ્યાના ૧ થી ૩ દિવસ બાદ ચેપગ્રસ્ત તાવ, નબળાઇ, ભુખ ન લાગવી તથા શરીર પર ફોલીઓ વગેરે ૭ દિવસ સુધી રહે છે. આ રોગચેપી નથી તથા ગંભીર નથી. ૭ દિવસ બાદ દર્દીને સંપૂર્ણ સારૂ થઇ જાય છે.

રોગની સારવાર

આ રોગની કોઇ ચોક્કસ સારવાર નથી, પરંતુ રોગના લક્ષણોને આધાર પ્રાથમીક સારવાર અપાય.

 તાવ માટે ડોકટરની સલાહ મુજબ

 ફોલા થયેલ જગ્યાએ અન્ય ચેપ ન લાગે તે માટે સ્વચ્છતા

 શરીરમાં પાણીનું પ્રમાણ ન ઘટે તે માટે પુષ્કળ માત્રામાં પ્રવાહી

 ફળનો રસ આપવો

 ગળામાં ચાંદા પડયા હોય દુઃખાવો ન થાય તેવો ખોરાક, શાળાએ લેવાની સાવચેતી

  HEMD ના ચિન્હો જણાય તેવા બાળકોને અઠવાડીયા સુધી ઘરે આરામ કરવા વાલીઓને જાણ

  કલાસરૂમમાં નિયમીત જંતુનાશક પ્રવાહીથી તમામ જગ્યા તથા વસ્તુની સફાઇ કરાવવી

 રમકડા, બેંચ, ખુરશી, દરવાજાના હેન્ડલ વારંવાર જંતુમુકત મિશ્રણથી સાફ કરવા

 વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર સાબુથી હાથ ધોવાય તેવી વ્યવસ્થા ગોઠવવી.

શાળાઓ તથા વાલીઓએ લેવાની તકેદારી

હેન્ડ,ફુટ માઉથ ડીસીઝના ચિન્હો જણાય તો શાળાઓ, તથા વાલીઓએ આવા બાળકોની ખાસ તકેદારી લેવી. બાળકને આ ચિન્હો જણાય તો જાહેર જગ્યાઓએ જવું નહીં. શાળાઓએ આવા કેસ મળે તો બાળકોને રજા રાખવા જણાવવું, આવા બાળકોને રૂમમાં સંપૂર્ણ આરામ કરાવવો, બીજા બાળકોને ચેપ અટકાવવા માટે ૭ દિવસ સુધી બહાર મોકલવાનું ટાળવું.

(3:11 pm IST)