રાજકોટ
News of Tuesday, 20th August 2019

છોટુનગર ઝૂપડપટ્ટીમાં દિકરીની છેડતી કરનારને ટપારતાં ભીખાભાઇ પર હુમલો

ગોપાલ, અર્જુન, તેના પિતા બાબુ તેમજ હરજીએ તલવાર, લાકડી, પાઇપથી હુમલો કરી ધમકી પણ દીધાની ફરિયાદ

રાજકોટ તા. ૨૦: રૈયા રોડ હનુમાન મઢી પાછળ છોટુનગર ઝૂપડપટ્ટીમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં ભીખાભાઇ ભનુભાઇ અધારીયા (ઉ.૫૦) નામના દેવીપૂજક પ્રોૈઢે પોતાની ૧૧ વર્ષની દિકરી જાહેર શોૈચાલયમાં હાજતે જાય ત્યારે ઝૂપડપટ્ટીમાં જ રહેતાં છોકરાઓ તેણીને હેરાન કરી છેડતી કરતાં હોઇ તે બાબતે ઠપકો આપતાં આ છોકરાઓ અને તેના પિતા સહિતે ઝઘડો કરી સશસ્ત્ર હુમલો કરતાં ભીખાભાઇને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગાંધીગ્રામના પીએસઆઇ વી.સી. પરમારે ભીખાભાઇના દિકરા રાજુ અધારીયા (ઉ.૧૯)ની ફરિયાદ પરથી ગોપાલ બાબુ, અર્જુન બાબુ, તેના પિતા બાબુ ભના તથા હરજી ભનુ સામે ગુનો નોંધ્યો છે. રાજુના કહેવા મુજબ તેની ૧૧ વર્ષની બહેન ઝૂપડેથી જાહેર શોૈચાલયે જતી હોય ત્યારે રસ્તામાં ગોપાલ, અર્જુન સહિતના છોકરા તેને હેરાન કરતાં હોઇ અને રસ્તે નીકળવા બાબતે માથાકુટ કરતાં હોઇ આ બાબતે પિતા ભીખાભાઇએ ઠપકો આપતાં આ બંને તથા તેના પિતા સહિતનાએ મળી હુમલો કરતાં પિતા ભીખાભાઇને માથા, શરીરે ઇજાઓ થઇ હતી. પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા તજવીજ કરી હતી.

(1:22 pm IST)