રાજકોટ
News of Tuesday, 20th August 2019

૩ માસની આયેશા પ માસના પ્રિન્સનું બેભાન હાલતમાં મોત

નાના મવા શાસ્ત્રીનગરના મહેન્દ્રભાઇ શિશાંગીયાએ પણ બેભાન હાલતમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૦: માધાપર ચોકડીથી બેડી બાયપાસ પુલ ઉતરતા સુંદરમ્ સીટીની સાઇટ પર રહી સેન્ટીંગ કામની મજૂરી કરતાં મુળ યુ.પી.ના અમન યાદવની દિકરી આયેશા (ઉ.૩ માસ)ને સાંજે માતાએ પેટ ભરાવી સુવડાવ્યા બાદ તેણીને અચાનક આંચકી ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત  નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક બાળા બે બહેન અને એક ભાઇમાં નાની હતી. પ્ર.નગર પોલીસે એડી નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં કુવાડવા રોડ ચામુંડા સોસાયટીમાં રણછોડદાસ બાપુના આશ્રમ સામે રહેતાં રવિભાઇ સદાદીયાનો પુત્ર પ્રિન્સ (ઉ. ૫ માસ) રાતે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તબિબે મૃત જાહેર કર્યો હતો. ત્રીજા બનાવમાં નાના મવા શાસ્ત્રીનગરમાં રહેતાં મહેન્દ્રભાઇ નાનુભાઇ શિશાંગીયા (ઉ.૫૩)ને જુની બિમારી હોઇ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે પ્ર.નગર, બી-ડિવીઝન અને તાલુકા પોલીસને જાણ કરી હતી.

(1:22 pm IST)