રાજકોટ
News of Tuesday, 20th August 2019

છ માસથી દારૂના ગુનામાં ફરાર ધવલ ઉર્ફ શિવને ભકિતનગર પોલીસે દબોચ્યો

કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને દેવાભાઇ ધરજીયાની બાતમી

રાજકોટ તા. ૨૦: વિદેશી દારૂના ગુનામાં છ મહિનાથી ફરાર ધવલ ઉર્ફ શિવ બકુલભાઇ વડનગરા (રહે. કિર્તીધામ સોસાયટી-૧, ભવાની ચોક)ને ભકિતનગર ડી. સ્ટાફના ભાવેશભાઇ મકવાણા તથા દેવાભાઇ ધરજીયાની બાતમી પરથી ઝડપી લેવાયો છે.

આ શખ્સ વિરૂધ્ધ અગાઉ ભકિતનગર પોલીસમાં ૫૭ બોટલોનો અને રૂરલ પોલીસમાં ૪૬૮ બોટલોનો કેસ નોંધાયો હતો. છ માસથી સતત ફરાર આ શખ્સને પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં ટીમના પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, મહેન્દ્રસિંહ ડોડીયા, રણજીતસિંહ પઢારીયા, દેવાભાઇ ધરજીયા, દિવ્યરાજસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, હિતેષભાઇ અગ્રાવત, રાજેશભાઇ ગઢવી, મનિષભાઇ શિરોડીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી પકડી લેવાયો હતો.

(1:21 pm IST)