રાજકોટ
News of Saturday, 20th July 2019

કૌશિક સિંધવ નાટ્ય ફળીયાના બે તાલીમાર્થીઓની ડ્રામા ડીગ્રી કોર્ષમાં પસંદગી

રાજકોટઃ નાટ્ય વિષયક તાલીમ આપતા કૌશિક સિંધવ નાટ્ય ફળીયામાં બે હોનહાર તાલીમાર્થીઓ ડ્રામેટિકસ ડીગ્રી કોર્ષ માટે પસંદ થયા છે. વડોદરાની સયાજીરાજ યુનિ.માં રાજદીપ ગધેર તથા ગુજરાત યુનિ.માં પવન કાપડીયા નાટ્ય ડીગ્રી કોર્ષ અભ્યાસમાં જોડાઇ ગયા છે. જાણીતા પીઢ નાટ્યકાર કૌશિક સિંધવ પાસે પુરી જહેમત સાથે બે વર્ષ તાલીમ લઇ આ યુનિવર્સીટીઓમાં પ્રવેશ મેળવેલ છે. આ ખુશી પ્રસંગે ફળીયાનાજ વિદ્યાર્થી ઋષિ મહેતાએ અંગ્રેજીમાં બનાવેલ યુધ્ધ વિષયક શોર્ટ ફિલ્મ લેટર ધી મેન એટ ફ્રન્ટનું નિર્દેશન કરવામાં આવ્યું હતુ. આ ફિલ્મમાં બધા જ ફળીયાના વિદ્યાર્થીઓએ અભિયન આપ્યો હતો. નાટ્ય ફળીયા પરીવારે આ બંને ડીગ્રી કોર્ષ માટે જતા તાલીમાર્થીઓને વાળુ પાણીના શિષ્ટાચાર સહિત જુદી-જુદી અભિનય મુદ્ર, એકોકિતઓ, લધુ નાટક, મોનોલોગ, નાટ્ય રીયાઝથી ભવિષ્ય માટે તૈયાર થઇ રહેનાર નાટકના નાટયાંશ તેમજ ગીત-નૃત્યો રજુ કરી, શુભેચ્છાઓ સાથે હર્ષભેર વિદાય આપી હતી.

(3:58 pm IST)