રાજકોટ
News of Saturday, 20th July 2019

... આપનું 'હોમ ટાઉન' સુરક્ષીત રાખવા અમો અગ્રેસર છીએ

'સુરક્ષા કવચ' એપ એકસલન્સી એવોર્ડ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરતા મનોજ અગ્રવાલ

રાજકોટઃ ગઇકાલે રાજકોટ પોલીસને તેમણે ડેવલોપ કરેલી સુરક્ષા કવચ એપ માટે ઇન્ટરનેશનલ પોલીસ એકસ્પોમાં એકસલન્સી એવોર્ડ મળ્યો હતો. આજે આ એવોર્ડ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, એડીશ્નલ પોલીસ કમિશ્નર અજયકુમાર ચૌધરી, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને ડીસીપી રવી મોહન સૈનીએ રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીશ્રીને એક સમારંભ દરમિયાન અર્પણ કર્યો હતો. આપના હોમ ટાઉનની સુરક્ષામાં અમે અગ્રેસર છીએ તેવો ભાવ પ્રગટ કરી આ એવોર્ડ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરક્ષા કવચ એપ થકી પાછલા વર્ષોની સરખામણીએ તાજેતરના વર્ષોમાં રાજકોટ પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં મિલ્કત વિરોધી અને શરીર સબંધી ગુન્હાઓનું પ્રમાણ ઘટયું છે. સુરક્ષા કવચ એપ થકી શહેરના દરેક પોલીસમેનની આંગળીઓના ટેરવે ગુન્હેગારોની માહીતી ફરતી થઇ ગઇ છે. અવાર-નવાર લિસ્ટેડ ગુન્હેગારોને તપાસવા ખુબ જ સરળ થઇ ગયા છે. તેમના પર આસાનીથી વોચ પણ રાખવામાં આવી રહી છે જેને લઇને ગુન્હેગારો ગુન્હો કરતા અચકાવા લાગ્યા છે જેની સીધી અસર ગુન્હામાં ઘટાડારૂપે જોવા મળી છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:41 pm IST)