મુખ્યમંત્રીના આગમન ટાણે કાયદો બધા માટે સરખો...કાર્યક્રમ સ્થળે નો પાર્કીગ ઝોનમાં પાર્ક થયેલા કાર્યકરોના ટુ વ્હીલરો પણ પોલીસે 'ટો' કર્યા
રાજકોટઃ શહેરમાં ટ્રાફીકની સમસ્યા દિવસે દહાડે વિકટ બની રહી છે. સાંકડા રસ્તાઓ ઉપર વાહનોનું ભારણ વધી રહયું છે. જુના શહેરમાં તો ચાલવું પણ મુશ્કેલ બને છે. નવા રાજકોટમાં થોડી ઓછી પણ વિષમ સ્થિતિ તો છે જ. ૧પ૦ ફુટ રીંગ રોડને ક્રોસ કરતા દરેક રસ્તા અને દરેક સર્કલો ઉપર પારાવાર ટ્રાફીકજામ જોવા મળે છે. મુખ્યમંત્રીશ્રી રાજકોટમાં પધારે ત્યારે ચોક્કસ માર્ગો ઉપર કલાકોમાં ટ્રાફીકનું નિયમન એકદમ સુદ્રઢ બની જાય છે. તસ્વીર આવું જ કાંઇક કહી રહી છે. આમ દિવસોમાં ભાજપ કાર્યકરોના વાહનોને અડવાથી દુર રહેતી પોલીસે આજે પેરેડાઇઝ હોલ નજીક મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થનારા લાઇબ્રેરીના ઉદઘાટન સમય પુર્વેનો પાર્કીગ ઝોનમાં પાર્ક થયેલા ભાજપ કાર્યકરોના વાહનોને પણ ટો કરી લીધા હતા !!! (ફોટોઃ સંદીપ બગથરીયા)