રાજકોટ
News of Saturday, 20th July 2019

આત્મન પ્રિ-સ્કુલમાં ગુરૂવંદના

પુષ્કરધામ મેઇન રોડ પર આવેલ આત્મન પ્રિ-સ્કુલના ભુલકાઓ દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિતે વિવિધ વેશભૂષા ધારણ કરી ગુરૂવંદના કરવામાં આવી હતી. સંસ્થાના સંચાલક પુષ્પદીપસિંહ જાડેજા દ્વારા ધુપદીવા, કંકુચોખા, ફુલહાર વડે પુજન કરી ગુરૂપુજાની શરૂઆત કરાવાયા બાદ ભુલકાઓએ પોત પોતાના શિક્ષકોનું પૂજન કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ધવલભાઇ, ખુશ્બુબેન, આશાબેન, પ્રિયાબેન, સિમરનબેન, કિંજલબેને જહેમત ઉઠાવી હતી.

(3:37 pm IST)