રાજકોટ
News of Saturday, 20th July 2019

કોર્પોરેશનની ગુરૂજીનગર આવાસ યોજનામાં ગંદકીના ગંજ ખડકાયા

રાજકોટઃ નવા ગુજરાત લોક અધિકાર જાગૃતી સમીતીનાં સોરાષ્ટ્ર ઝોન પ્રમુખ અને આરટીઆઇ એકટીવીસ્ટ પ્રવિણભાઇ લાખાણીએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે સ્માર્ટ સીટીની સુફીયાણી વાતો કરતાં મ્યુ.કોર્પોરેશનના તંત્ર વાહકો ગરીબોની આવાસ યોજનાઓમાં સફાઇ જેવી પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ જઇ રહ્યા છે. કેમ કે સાધુવાસવાણી રોડ ઉપર આવેલ ગુરૂજીનગર આવાસ યોજનામાં કોમન પ્લોટમાં બાંધકામ વેસ્ટના ઢગલા નાંખી જાય છે. તેના ઉપર ગંદકી-કચરાનાં ગંજ ખડકાયા છે જે તસ્વીરમાં દર્શાય છે. આ ગંદકીથી મચ્છરનો અસહય ત્રાસ ફેલાય રહ્યો છે. રોગચાળાનો ભય ઉભો થયો છે. ત્યારે તંત્રવાહકો આ ગંદકી સફાઇ કરાવી દવા છંટકાવ કરાવે તેવી માંગ પ્રવિણ લાખાણીએ ઉઠાવી અને મ્યુ.કમિશ્નરને રજૂઆત કરી છે.

(3:37 pm IST)